લખાણ પર જાઓ

પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯

ક્રૂસારોહણ

फटकानी शिक्षा
अने अपमान

સૂબાએ યહૂદીઓને પોતાની હઠ છોડવા વળી વીનવ્યા. એણે એમને ખુશ કરવા ઈશુને ફટકાની શિક્ષા કરી. એના શિર ઉપર કાંટાનો તાજ કરીને પહેરાવ્યો. લોકો સમક્ષ ઊભો કરી, 'જય યહૂદીઓના રાજા જય' કહી તમાચા અને મુક્કા માર્યા અને એટલેથી ઈશુને જતો કરવાની ઇચ્છા દર્શાવી.



लोही तरस्या
जातिबंधूओ

પણ લોકો તો ઝેરી થયા હતા. એમણે 'ઈશુને ક્રૂસ પર ઠોકી દો, ક્રૂસ પર ઠોકી દો,' એવી એક સરખી રાડો ચલાવી. આથી સૂબો ચિંતાતૂર થયો. એને માફ કરવાનો અધિકાર તો હતો જ. પણ યહૂદીઓ કહેતા, 'તું બાદશાહનો વફાદાર નોકર હોય તો ઈશુને ક્રૂસ પર ચડાવી દે.' ઈશુ ઉપર રાજા કહેવડાવવાનો આરોપ હતો. એકોતેરી સભાની ઇચ્છા વિરુદ્ધ એક રાજ્યદ્રોહીને છોડી દે, તો મહાપૂજારી વગેરે વગવાળા લોકો એની ઉપર બાદશાહની ખફામરજી વધારાવે, એનો એને ભય હતો. તોપણ એણે લોકોને કહ્યું, 'તું તમારા રાજાને કેમ મારું?' લોકો ઉશ્કેરાઈ ગયા. એ બોલ્યા, 'બાદશાહ સિવાય અમારે કોઈ રાજા નથી.'


देहान्तदंड

છેવટે પૂજારીઓની માગણીને વશ થઈ સૂબાએ ઈશુને મારાઓને સોંપ્યો. ગ્રીક, લાટિન અને હિબ્રૂ ભાષામાં 'યહૂદીઓનો રાજા નૅઝેરેથનોઇ રહીશ ઈશુ' એવા શબ્દોવાળું એક પાટીયું તેના ક્રૂસ પર લટકાવવા સૂબાએ લખી આપ્યું. પૂજારીઓએ આ શબ્દો સામે વાંધો ઉઠાવ્યો. તેમણે 'રાજા'ની