પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪

ઈશુ ખ્રિસ્ત

નહિ, તથા જેમ અમે પણ અમારા ગુનેગારોને માફ કરીએ તેમ તું અમારા ગુના માફ કરજે; કારણ કે તારું જ ધર્મરાજ્ય, પ્રભુતા અને યશ સર્વત્ર પ્રસરે છે. આમીન.

ईश्वर अने सेतान

શિષ્યો, તમે એકીસાથે પ્રભુ અને સેતાનની સેવા નહિ કરી શકો; માટે તમે ધન અને કીર્તિની તૃષ્ણા રાખી, અન્ન અને પ્રાણની ચિંતા કરી, પ્રભુને માર્ગે જઈ નહી શકો, તમારી ચિંતાથી તમે તમારા શરીરને એક નખ જેટલું પણ પુષ્ટ કરી નથી શકવાના; માટે એની ચિંતા છોડી જ દેજો. જે સર્વનું રક્ષણ કરે છે, જે પશુ, પંખી અને વૃક્ષને પોષે છે, તે તમારું પોષણ કરશે જ, એવી દૃઢ શ્રદ્ધા રાખજો.

श्रद्धानो महिमा

શ્રદ્ધાહીન લોકો શ્રદ્ધાનો મહિમા સમજતા નથી, અને તેથી જ અન્ન, પાણી અને વસ્ત્રની ચિંતા કરે છે. શુદ્ધ બનો તો તમને સર્વ મળી આવશે.

આવતી કાલ માટે આજથી ચિંતા ન કરો. આવતી કાલ આવતી કાલને સંભાળી લેશે. આજને જ બરાબર પાર પાડવા માટે તમારે માથે ઓછો ભાર નથી.