પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૨

ઈશુ ખ્રિસ્ત

ન હોય એવા ગરીબ, લૂલા, લંગડા, આંધળાને જમાડો; જેથી ઈશ્વર તમને તેનો બદલો આપી શકે.

૮. ભક્તિનું અંદાજપત્ર

મા, બાપ, સ્ત્રી, પુત્ર, ભાઈ, બહેન અને પોતાનો જીવ સુદ્ધાં છોડ્યા વિના મારા શિષ્ય થઈ શકાશે નહિ. તમારો ક્રૂસ તમારે જ ખભે ચડાવી તમે મારું શિષ્યત્વ કરી શકશો.

માટે જેને મારી પાછળ આવવું હોય તેણે બરાબર હિસાબ કરી લેવો અને તપાસી લેવું. તમારે એક મિનારો ચણવો હોય તો બેસીને તેનો હિસાબ કરવો પડે છે અને શું ખર્ચ લાગશે તેનો અંદાજ કાઢવો પડે છે. કારણ કે વગર ગણતરીએ તમે બાંધવા માંડો, અને પછી પૂરો ન કરી શકો, તો તમારી ફજેતી થાય.

કોઈ રાજાને બીજા રાજા પર ચડાઈ કરવી હોય તો તે પોતાના અને તેના બળાબળનો વિચાર કર્યા વિના તેમ કરે કે? પોતાનું લશ્કર દશ હજારનું હોય તો તે વીસ હજારની સેનાવાળા સામે લડવા જશે નહિ. પણ તેના વકીલોની સાથે સુલેહનું કહેણ મોકલશે.

એ જ રીતે બરાબર ગણતરી કરી, બધું છોડવાની તૈયારી વિના મારી પાછળ લાગશો નહિ.

૯. નિષ્કામ સેવા

તમારે ત્યાં કોઈ ગુલામ આખો દિવસ ખેતીનું કે ઘેટાં રાખવાનું કામ કરી સાંજે ઘેર આવે, ત્યારે તમારામાંથી કોઈ તેને એમ કહો છો કે, તું થાકીને આવ્યો છે માટે મારા પહેલાં જમી લે? હું ધારું છું કે ઘણું કરીને તો તમે એમ જ કહેતા હશો કે, ચાલ હવે ચોખ્ખો થઈને રસોઈ તૈયાર કરી નાંખ