પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર


થાય છે, ત્હેમાં પૂર્વજોનાં ગુણ, કર્મ, તથા સ્વભાવની અસર એ મુખ્ય કારણ છે. વિદ્યાસાગરનું ચરિત્ર લખનારાઓનું એમ મનવું છે, કે ભવિષ્યમાં એ જે મહત્ત્વને પામી શક્યા, ત્હેની સામગ્રી ત્હેમના પૂર્વજો પાસે પૂર્ણરૂપે સંચિત હતી; તો ત્હમે આ ટૂંકા જીવન ચરિત્રમાં પણ એમના પૂર્વજોનું ચરિત્ર કાંઈક વિસ્તારથી આલેખીશું તો તે અસ્થાને નહીં ગણાય.

વિદ્યાસાગરના પૂર્વજોનું સ્મરણ કરતાં આપણી દૃષ્ટિ પહેલ વહેલાં તેમના દાદા રામજ્ય તર્કભૂષણ તરફ ખેંચાય છે. એ એક વિલક્ષણ મનુષ્ય હતા, એમાં સંદેહ નથી. મેદિનીપુર જીલ્લામાં વનમાળીપુર ગામમાં ત્હેમનો વાસ હતો. ત્હેમના પિતાના મૃત્યુ પછી મજીઆરી મિલ્કતબી વેંચણી વખતે સગા ભાઇઓ સાથે મતભેદ પડવાથી એ સંસારનો ત્યાગ કરીને ચાલ્યા ગયા હતા. ત્હેમની સ્ત્રી દુર્ગાદેવી, પતિના ગયા પછી થોડા સમય સૂધી ઘણું દુઃખ વેઠીને સાસરે રહી આખરે દિયર જેઠના જુલમથી કંટાળીને પિયેર ગઈ. એ સમયે એને બે પુત્ર અને ચાર કન્યા સંતાન હતાં. એ સંતાનોમાં સૌથી મ્હોટા વિદ્યાસાગર મહાશયના પિતા ઠાકુરદાસ હતા. ‘ઘરની બળી વનમાં ગઈતો વનમાં લાગી આગ’ એ કહેવત બિચારી દુર્ગાદેવીના પ્રસંગમાં. ખરી પડી. પિયેરમાં વૃદ્ધ પિતાએતો પુત્રી અને ત્હેના સંતાનોનો ઘણા પ્રેમપૂર્વક સત્કાર કર્યો. પણ ભોજાઈઓને આ સાત જણાં હૈયાશઘડી રૂપ લાગ્યાં. અનેક મિષે મ્હેણાં ટોણાં મારીને એને સંતપવા લાગી. આખરે આવી નિરાધાર અવસ્થામાં અટલા મ્હોટા પરિવાર સાથે નિ માં જોવામાં હિણપત સમજીને એનઈના દુઃખથી કંટાળી સાથે પિતાના ઘરમાં રહેવા હિણપત સમજીને ભોજાઈના દુઃખથી કંટાળેલી દુર્ગાદેવી પિયેરથી થોડે દૂર , પિતાએ બંધાવી આપેલી એક જ્ગુંપડીમાં રહીને મહા મુસીબતે, તેમ્ટીઓ કાંતીને પોતાનું ગુજરાન ચલાવવા લાગી. પણ રેંટીઆની ક્માઈથી કેટલાનું પેટ ભરાય ? એકલવાયો જીવ હોય તો ગમે તેમ ચાલે; પણ આ તો છ સંતાન પેટે પડ્યાં હતાં. વૃદ્ધ પિતા કોઈ કોઈ વખત કાંઈક દ્રવ્ય મોકલતા તેથી જરાક આધાર મળતો;