પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


ખાઈ જવા લાગ્યા. એ વિધવા સ્ત્રી આટલી વાર સુધી બારીકીથી જોઈ રહી હતી. ત્હેણે પુછ્યું ‘બાબાઠાકુર આજ ત્હમે ખાધું નહીં હોય એમ લાગેછે.’ એમણે કહ્યું, ‘ના મ્હેં અત્યાર સુધી કાંઈ ખાધું નથી.’ ત્ય્હારે એ સ્ત્રીએ કહ્યું ‘હમણાં જળ પીશો નહીં. જરા ખમો, એમ કહીને એ તરતજ સામેની દુકાનેથી દહીં લઈ આવી અને પોતાની પાસેથી બીજા પૌંઆ આપીને ઠાકુરદાસને પેટ ભરીને નાસ્તો કરાવ્યો.

પિતા ઠાકુરદાસને મ્હોંએથી આ વાત સાંભળીને સ્ત્રી જાતિ ઉપર વિદ્યાસાગરને ઊંડી ભક્તિ ઉત્પન્ન થઈ હતી. આ જાતિ ઉપર સર્વદા એ કેવી શ્રદ્ધા અને ભક્તિ રાખતા તે આપણે આ જીવન ચરિત્રમાં આગળ જોઈશું.

આ સંકટ વેઠીને થોડુંક અંગ્રેજી ભણીને ઠાકુરદાસ માસિક બે રૂપિયાના પગારે નોકર થયા. આ વખતે ઘરમાં હર્ષ મનાયો. પછી પાંચ વર્ષે એ પાંચ રૂપિયાનો પગાર લાવવા લાગ્યા. હવે એમની માતાના હર્ષનો પાર રહ્યો નહીં. ભાઈ બ્હેનનું અન્નનું કષ્ટ મટી ગયું, તેથી પ્રસન્ન થઈને ઠાકુરદાસ બમણા ઉત્સાહથી કામ કરવા લાગ્યા.

આ સમયે ત્હેમના પિતા રામજય તર્કભૂષણ ઘેર પાછા ફર્યા પહેલાં વનમાલીપુર ગયા; ત્ય્હાં પત્નીનો પતો ન લાગવાથી વીરસિંહ ગયા. અને ગુપ્તવેશે પોતાના કુટુમ્બની દુર્દશા જોઇ. થોડા દિવસ કુટુમ્બ સાથે વીરસિંહમાં રહ્યા પછી પોતાને બાપીકે ઘેર જવાની ઇચ્છા બતાવી પણ પત્નીને મ્હોંએ પોતાના ભાઇઓના જુલ્મની વાત સાંભળીને ત્હેમને તેમના ઉપર તિરસ્કાર ઉપજ્યો તેથી ઘેર જવાનો વિચાર માંડી વાળ્ળ્યો અને વીરસિંહમાંજ ઘર બંધાવ્યું. આ પ્રમાણે વીરસિંહ ગામ વિદ્યાસાગરની પિતૃ ભૂમિ બન્યું. પિતામહ રામજયના સંબંધમાં વિદ્યાસાગર લખે છે કે ‘એ ઘણાં તેજસ્વી હતા. કોઈ પણ વાતમાં કોઈની આગળ હલકા પડવું, અથવા કોઈ પણ જાતને અનાદર કે અવગણના સહન કરવાં, એ ત્હેમનાથી બનતું નહીં. એ દરેક જગ્યાએ દરેક વિષયમાં પોતાના અભિપ્રાય મુજબ વર્તતા. બીજાઓના એમના વિચાર પ્રમાણે