પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


કહેતાં ડરતા કે અચકાતા નહીં. એ જેટલાજ સ્પષ્ટવાદી હતા તેટલા જ, સત્યવાદી હતા. કોઈના ભ કે લાલચથી જુઠું કદી બોલતા નહીં. જ્હેનાં આચારણ સારાં હોય ત્હેને એ સદ્‌ગૃહસ્થ ગણતા અને જ્હેનાં આચરણ ખરાબ હોય તે આદમી વિદ્વાન, ધનવાન કે સમૃદ્ધિવાન હોય તોપણ તેને સદ્‌ગૃહસ્થ ગણતા નહીં. કોઈની ખુશામત કરવા કરતાં મરવું વધારે પસંદ કરતા.

તર્કભૂષણ મહાશયનો સ્વભાવ જ્હેવો તેજ અને સ્વતંત્ર હતો ત્હેવાંજ ત્હેમના બળા તથા સાહસ પણ આશ્ચર્યકારક હતાં. લોઢાનો એક લઠ્ઠ એ હમેશાં પોતાની પાસે રાખતા. એ સમયમાં ચોર લુંટારાનો ભય વધારે હોવાથી સંગાથ વગર લોકો મુસાફરી કરી શકતા નહીં. પણ તર્કભૂષણ મહાશય એકલાજ હાથમાં લોહદંડ પકડીને ગમે ત્યહાં વગર ભયે ફર્યા કરતા હતા. બે ચારવાર ચોર સ્હામા મળ્યાં હતા ત્હેમને ખૂબ માર મારીને પાધરા કર્યા હતા. એકવાર એ વરૂએ આવીને ત્હેમના ઉપર હુમલો કર્યો. ત્હેના નખ પ્રહારથી એમનું શરીર બધું લોહી લુહાણ થવા લાગ્યું, પણ એ સ્હામા લોઢાના લઠ્ઠના પ્રહાર કરતાં જ ગયા. વરૂ આખરે થાકીને નીચે પડી ગયું એટલે એમણે ઉપરા ઉપરી પ્રહાર કરીને એના પ્રાણ લીધા, અને ઘવાયેલા શરીરે ચાર ગાઉ રસ્તો કાપીને એક સગાને ઘેર આવીને સુઇ રહ્યા. આ વખતે એમને એવી સખ્ત ઈજા થઈ હતી કે સાજા થઇને ઘેર પાછા ફરતા જ બે મહિના લાગ્યા હતા.

રામજય તર્કભૂષણ જ્ય્હારે ઘણે વર્ષે ઘેર પાછા ફર્યા ત્ય્હારે ઠાકુરદાસ કલકત્તા હતા. તર્કભૂષણ તેમને મળવા માટે ત્ય્હાં ગયા અને પોતાના એક મિત્રને ત્ય્હાં ઠાકુરદાસને રાખવાનો બંદોબસ્ત કરી આપ્યો. તથા એ મિત્રની સહાયતાથી ત્હેમને આઠ રૂપિયાના પગારે બીજી જગ્યાએ નોકરી પણ મળી ગઈ. આ વખરે ઠાકુરદાસનું વય ત્રેવીસ ચોવીસ વર્ષનું હતું. આ વયે ત્હેમનો વિવાહ ગૌગાટ નિવાસી રામકાન્ત તર્કવાગીશની કન્યા ભગવતી દેવી સાથે થયો. રામજય તર્ક ભૂષણ