પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર


ત્ય્હારે વનવાસમાં ત્હેમણે એક દિવસ સ્વપ્ન જોયું હતું કે ‘ત્હારા ઘરમાં એક શક્તિવાન, અદ્‌ભૂત કર્મશાળી પુરુષ જન્મશે. તે ત્હારા વેંશનું મુખ ઉજ્જવલ કરશે. ત્હેનાથી દેશનું ગૌરવ વધશે. દયાનો અવતાર થઈને એ ત્હારા ઘરમાં અવતરશે, ‘એમ કહેવાય છે કે આ સ્વપ્ન જોઇને જ રામજય તર્કભૂષણ ઘેર પાછા ફર્યા હતા. વિદ્યાસાગરના જન્મ વખતે ત્હેમણે એ બાળક સંબંધી પોતાનો શુભ અભિપ્રાય ઠાકુરદાસને સ્પષ્ઠ જાહેર કર્યો હતો અને જોશીને વગર પુછ્યે પોતેજ એમનું નામ ‘ઈશ્વરચંદ્ર’ પાડ્યું હતું.

પ્રિય વાંચક  ! વિદ્યાસાગરના પિતામહ અને પિતાનો કાંઈક પરિચય આપ્યા પછી હવે ત્હેમનાં પૂજ્ય માનુશ્રી ભગવતી દેવીનાં દર્શન કરાવીશું. બંગ દેશના સૌભાગ્યે ભગવતી દેવી એક અસાધારણ રમણી નીવડ્યાં હતાં. નામ પ્રમાણેજ ત્હેમનામાં ગુણ હતા. ત્હેમનું મુખારવિંદ ગંભીર અને ઉદારતા સૂચક હતું. બુદ્ધિના પ્રચાર સૂચક ઉન્ત લલાટ, દૂર અંદેશ, સ્નેહભર્યા નેત્ર, સરળ સુંદર નાસિકા, દયાપૂર્ણ ઓષ્ટાધરર, દૃઢતા સૂચક હડપચી અને આખા ચ્હેરાનું સૌન્દર્ય દર્શન કરનારના હૃદયમં ઊંડો પૂજ્યભાવ ઉત્પન્ન કરતાં. એમનાં દર્શન કરનારને સ્પષ્ટ જણાઈ આવતું કે ભક્તિ તથા શ્રેષ્ઠ આચરણ સાધવા માટે વિદ્યાસાગરે એ માતૃદેવી સિવાય બીજી કોઇ પણ પૌરાણીક દેવીનું ધ્યાન નહીં ધર્યું હોય.

ભગવતીદેવીનાં અખુટ દયાએ ત્હેમને ગામના તેમજ આસપાસના રહેનારા લોકોની દૃષ્ટિમાં દેવીરૂપ બનાવી મુક્યાં હતા, રોગીઓની સેવા ભુખ્યાને ભોજન અને શોકાતુરને દિલાસો ત્હેમના જીવનનું નિત્ય નિયમિત કર્ય હતું. વીરસિંહ ગામમાં આગ લાગવાથી જ્ય્હારે એમનું રહેવાનું ઘર બળીને ભસ્મીભૂત થઇ ગયું ત્ય્હારે વિદ્યાસાગરે પોતાની જનનીને કલકત્તા લઇ જવાનો યત્ન કર્યો હતો. પણ ત્હેમણે કહ્યું કે આ બધા ગરીબ લોકોના છોકરાં અહિંજ રહીને ભોજન કરીને વીરસિંહ ગામની નિશાળમાં અભ્યાસ કરે છે. હું ગામ છોડીને ચાલી