પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ચરિત્રમાં વિશેષ ભેદ નથી. જાણે કે એક બીજાની પુનરાવૃત્તિજ હોયને ! એ ઉપરાંત, મહાન્ પુરુષોનો ઇતિહાસ બહારની દુનિયામાં ત્હેમના વિવિધ કાર્યોથી, અને જીવન વૃત્તાન્તથી સ્થાયી થાય છે. પણ મહાન્ સન્નારીઓએ ગૃહ સંસારની સંકુચિત મર્યાદામાં રહીને એટલી જ શુશળતા, ચંચળતા, બુદ્ધિમત્તા અને ઉદારતાથી કરેલી સેવા સંબંધી કોઈ જાણતું પણ નથી હોતું. ત્હેમનો ઇતિહાસ ત્હેમના પુત્રના ચરિત્રથી અથવા ત્હેમના સ્વામીના કાર્યો થાય છે, પણ કેટલીક જગ્યાએ એ ઇતિહાસમાં ત્હેમમો કાંઇ પણ ઉલ્લેખ નથી હોતો. વિદ્દ્યાસાગરના જીવનમાં ત્હેમની માતાનું જીવનચરિત્ર કેવી રીતે આલેખાયલું છે, ત્હેનું બારીકીથી અવલોકન કરીએ નહીં તો માતા અને પુત્ર બન્નેનાં જીવન ચરિત્ર અધુરાં ગણાય.

આ પ્રસંગે એક સૂચના કરવી વ્યાજબી ધારીએ છીએ કે ભવિષ્યમાં કોઈ ગુર્જર વિદ્વાન્ ‘મહાન્ ભારતવાસીની માતા’ સંબંધી પુસ્તક લખવાનું કામ આરંભશે તો ત્હેને વિદ્યાસાગરની માતા ભગવતી દેવીના જીવનમાં પુષ્કળ સામગ્રી મળી આવશે.

વિદ્યાસાગર માહાશય પૂર્વજોનું આ પ્રમાણે સંક્ષિપ્તમાં વિવેચન કર્યા પછી હમે ત્હેમનું બાલ્યજીવન આલેખીશું.


પ્રકરણ ૨ જું.


બાલ્યકાળ.


ઈશ્વરચન્દ્રના જન્મ પછી ઠાકુરદાસને પૈસે ટકે લાભ થયો હતો એટલે ઘરમાં બધાં એ બાળકને પનોતું ગણીને લાડ લડાવતાં. જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ બાળક ઈશ્વરચન્દ્ર વધારે ઉધમાત મચાવનવા લાગ્યા. આથી થળીને કંટાળીને ત્હેમને કાલીકાન્ત નામના મહેતાજીની