પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


ઈશ્વરચન્દ્ર જેટલા તોફાની હતા તેટલા જ ભણવામાં હોંશિયાર અને કાળજીવાળા હતા. નિશાળમાં જે શિખતા તે લેસન ત્ય્હાંનું ત્ય્હાંજ તૈયાર કરીને ઘેર જતા.

આ સમયે ત્હેમના દાદાય રામજય તર્કભૂષણનું મૃત્યુ થયું, અને ત્હેમના પિતા ક્રિયા કરવા માટે કલકત્તાથી ઘેર આવ્યા. ઈશ્વરચન્દ્રના મહેતાજીએ ત્હેમને કહ્યું કે ‘અહિં જેટલું ભણવાનું હતું તેનું આ છેછોકરાએ ભણી લીધું છે. હવે એને અંગ્રેજી ભણાવશો તો ઠીક પડશે. એ બાળક એટલો બુદ્ધિમાન છે, અને એની સ્મરણ શક્તિ એટલી પ્રબળ છે, કે જે ભંણશે તેમાં પુરતી પારદર્શિતા મેળવશે.’ મહેતાની સૂચના માનીને પુત્રને ભણાવવા માટે, ઠાકુદાસ એમને પોતાની સાથે ઇ.સ. ૧૮૨૮ માં કલકત્તા લઈ ગયા. ‘પુત્રનાં લક્ષણ પારણામાંથી’ એ કહેવત પ્રમાણે ઈશ્વરચન્દ્રની ચપળ બુદ્ધિનો અનુભવ ઠાકુરદાસને આ પહેલી યાત્રામાંજ થયો. સડક ઉપર માઈલ દર્શાવનારા પત્થરો ઉપરના આંકડાઓ વાંચીને એ અંગ્રેજી આંકડા વાંચતાં એકજ દિવસમાં શિખી ગયા. કલકત્તા ગયા પછી ત્હેમના પિતા એક દિવસ કેટલાક બીલોને સરવાળો કરતા હતા. બાળક વિદ્યાસાગરે એ કાગળો પિતાના હાથમાંથી લઈ લીધા અને પોતેજ ત્હેમનો સરવાળો ગણી આપ્યો. આ સરવાળો ખરો નીકળવાથી ત્હેમના બધા ઐળખાણ પીછાનવાળા આશ્ચર્ય પામી ગયા, ઈશ્ચરચન્દ્રના ગુરૂ કાલીકાન્ત ૫ણ ઠાકુરદાસની સાથે કલકત્તા આવ્યા હતા. ત્હેમણે ઘણા ખુશ થઈ જઈને કહ્યું કે ‘શાબાશ ! બેટા શાબાશ !’ ઠાકુરદાસને ત્હેમણે કહ્યું ‘એને ભણાવવાનો સારો બંદોબસ્ત કરો. એ જીવશેતો મ્હોટો માણસ થશે એમાં જરાયે સંદેહ નથી; પિતા અને ગુરૂનો આનંદ જોઇને બાળક ઈશ્વરચન્દ્ર મનમાં ને મનમાં મલકાઇ ગયા.’

પહેલાંતો એમને પાડોશની એક નિશાળમાં ભણવા મુક્યા. ત્રણ મહિનાની અંદર એમણે ત્ય્હાંનો અભ્યાસ પૂરો કર્યો. હવે એમને કઈ નિશાળે ભણવા મૂકવવા એના વિચારમાં એમના બધા મુરબ્બીઓ પડ્યા હતા. એવામાં એમને બીજીવાર મંદવાડ આવ્યો. ત્હેમની દાદી