પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

આ વાત સાંભળતાં વારજ તાબડતોબ કલકત્તે પહોચ્યાં અને ઈશ્વરચંદ્રને પોતાની સાથે વીરસિંહ લેતાં આવ્યાં. હવા ફેર થવાથી તથા માને અને લંગોટીઆ દોસ્તદારોને મળવાના આનંદથી ત્હેમને જલ્દી અતિસાર રોગ મટી ગયો, અને થોડા દિવસમાં પાછાં તંદુરસ્ત થઈ ગયા, ગામના તળાવ ઉપર એ રોજ રમવા જતા અને ત્ય્હાં ગામના છોકરાઓ સાથે કુસ્તી રમતા. કુસ્તીમાં ત્હેમનો પહેલો નંબર આવતો.

ઠાકુદાસ એમને પાછા કલકત્તીને તેડી લાવ્યા પણ આ સમયે એમનો વિચાર બદલાઈ ગયો હતો. પુત્રને અંગ્રેજી ભણવાનો પહેલાનો વિચાર ત્હેમણે માંડી વાળ્યો. હવે ત્હેમને ઈચ્છા, કે મારા વંશમાં બધા પૂર્વજો સંસ્કૃત જ્ઞાનને માટે પ્રખ્યાત થઇ ગયા છે. હું એકલોજ ગરીબાઇને લીધે એ સુખથી વંચિત છું. ઈશ્વરચંદ્ર સંસ્કૃત ભણી ઘેર ચતુષ્પાઠી સ્થાન કરીને ગામના તેમજ બહારના વિદ્યાર્થીઓને વિદ્યા દાન કરશે.’ આ અભિલાષથી, બધા સ્નેહીઓના આગ્રહને ન ગણકારતા એમણે પુત્રને સંસ્કૃત કૉલેજમાં દાખલ કરાવ્યા.


પ્રકરણ ૩ જું.


વિદ્યાર્થી જીવન.


ઈ. સ. ૧૮૨૯ ની પહેલી જૂનને સોમવારે નવ વર્ષની વયે ઇશ્વરચન્દ્ર સંસ્કૃત કૉલેજમાં વ્યાકરણના ત્રીજા વર્ગમાં દાખલ થયા. સંસ્કૃત કૉલેજ એક ઘણી જૂની સંસ્થા છે. ઇ. સ. ૧૮૨૪ માં એની સ્થાપના થઈ હતી. એવી સંસ્થાઓ, હમારા જાણવા મુજબ બ્રિટિશ હિન્દુસ્તાનમાં ગણી ગાંઠી છે. કલકત્તાની સંસ્કૃત કૉલેજ, કાશીની ક્વીન્સ કૉલેજ તથા લાહોરની ઓરિયેન્ટલ કૉલેજ એવા પ્રકારની સંસ્થાએ