પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


છે. પ્રારમ્ભમાં અંગ્રેજ સરકારે જ્ય્હારે કેળવણી ખાતું ક્હાડ્યું ત્ય્હારે એમનો વિચાર દેશમાં અંગ્રેજી ભાષા અને પાશ્ચાત્ય વિદ્યાઓને પ્રચાર કરવાનો થોડો હતો, સંસ્કૃત કૉલજની સ્થાપના વખતે બંગાળાના દેશ- હિતૈષિ આગેવાનોમાં મતભેદ પડ્યો હતો. રાજારામમોહનરાય સંસ્કૃત કૉલેજની સ્થાપનાની ઘણા વિરુદ્ધ હતા *[૧] એમનું એમ કહેવું હતું કે સંસ્કૃત ભાષાના અભ્યાસની કાંઈ વિરુદ્ધ નથી. પંડિતોની શાળાઓ અને ચતુષ્પાઠીઓમાં સંસ્કૃતનું શિક્ષણ જેમ અપાય છે તેમ આપવા દો, બલ્કે ત્હેની ઉન્નતિને માટે પ્રયત્ન કરવો જોઇએ, પણ સંસ્કૃત ભણાવવા માટે સ્વતંત્ર કૉલેજ સ્થાપવાની જરૂર નથી. પાશ્ચાત્ય સાહિત્ય, વિજ્ઞાન વગેરેના શિક્ષણના પ્રચારને માટે જુદી જુદી કૉલેજો સ્થાપવાને સરકારે યત્ન કરવો જોઈએ. પ્રાતઃસ્મરણીય મહાત્મા લોર્ડ મેકૉલે સાહેબે એ પ્રસ્તાવને ખરા અંતઃકરણ પૂર્વક ટેકો આપ્યો. એ બન્ને મહાત્માઓના ભગીરથ પ્રયત્નથી અંગ્રેજી શિક્ષણ અને પાશ્ચાત્ય વિજ્ઞાનનો આ દેશપાં પ્રચાર થયો. બીજા અસંતોષી કૃતઘ્ની મનુષ્યો આ શુભ કાર્યની ભલે નિંદા કરે, પણ હમારો નમ્ર અભિપ્રાય તો એ

છે, કે અંગ્રેજ સરકારની આ ઉદાર નાતિ માટે ભારતવાસીઓ સરકારનો


  1. * આ અન્દોલનનનો ઉલ્લેખ કરતાં ઈ. સ. ૧૮૮૨ માં બેઠેલું કેળવણી કમીશન લખે છે કે :-
    “Rammohan Ray, the ablest representative of the more advanced members of the Hindu community, expressed deep disappointment on the part of himself and his countrymen at the Resolution of Government to establish a new Sanskrit College instead of a Seminary designed to impart instructions in the Arts, Sciences and Philosophy of Europe.”
    Report of the Indian Education
    Committee 1882.