પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૬
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર


જેટલો ઉપકાર માને તેટલો થોડો છે. આપણા યુવાન દેશબન્ધુઓ સરકારના દરેક કાર્યને દોષ દ્રષ્ટિથી જોવાને બદલે, ત્હેમના ઉપર સરકારે કરેલા એવા અસંખ્ય ઉપકારનું સ્મરણ કરતાં શિખે એજ પ્રાર્થના છે. અસ્તુ !

આ કૉલેજમાં દાખલ થયા પછી થોડા સમયમાં વિદ્યાસાગરે પોતાના વર્ગમાં સર્વ શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે નામના મેળવી, ત્હેમના પિતા ત્હેમના અભ્યાસ તથા ચાલચલણ ઉપર ખાસ લક્ષ સખતા. પોતે જાતે જઈને નિશાળે મુકી આવતા. કૉલેજમાં શિક્ષકો પણ ત્હેમના ઉપર સ્નેહ પૂર્વક દેખરેખ રાખતા. બાળવયમાં બીજા વિદ્યાર્થીઓની કુસંગતનો પ્રસંગ એમને મળ્યો નહીં. ઘણા સરળચિત્ત, બુદ્ધિમાન, કોમળ બાળકો ખરાબ સોબતમાં પડીને પોતાનું સત્યાનાશ વાળે છે, અને ભવિષ્યમાં સદ્‌ગુણ અને શિક્ષણથી બેનસિબ રહીને પોતાની જાત તેમજ પોતાના સંબંધીઓને દુઃખનું કારણ થઇ પડે છે. ખાસ કરીને ઠાકુરદાસ જેવા ધર્મશીલ, કર્તવ્યપરાયણ અને પુત્રવત્સલ પિતાને અભાવે આપણા કેટલાએ સંતાનો કુમાર ઉકુલાંગાર ઉઠીને માબાપને અને જનની ગુર્જરીને લજવે છે. ઠાકુરદાસની માફક પુત્રના ચાલચલણમાં ખાસ કાળજી રાખનાર પિતાઓની સંખ્યા વધશે ત્ય્હારેજ આપણા દેશમાં વિદ્યાર્થીઓનું ચારિત્ર્ય સુધરશે.

આ પ્રમાણે એમનો વિદ્યાભ્યાસ ઉત્તમ રીતે ચાલવા માંડ્યો. છ મહિના પછી તેમણે એ વર્ગની પરીક્ષા આપી ત્હેમાં એમનો પ્રથમ નંબર આવ્યો અને મહિને પાંચ રૂપિયાની શિષ્યવૃત્તિ (સ્કૉલરશિપ) મળી. ઈશ્વરચન્દ્રના પિતા ગરીબ હતા. ફક્ત આઠ રૂપિયાના પગારમાં એમને ધણા બહોળા કુટુંબનું ગુજરાન ચલાવવું પડતું. ખુદ ઈશ્વરચંદ્રને પણ આ નિર્ધનતાને લીધે ખાવા પીવાનું તથા કપડાલત્તાંનું ઘણું કષ્ટ સહન કરવું પડતું. પણ જે દયાના ગુણને માટે એ પાછલી વયમાં ‘દયાસાગર’ નામથી પ્રખ્યાત થયા, તે દયાનો ગુણ એમનામાં બાલ્યાવસ્થા જ વિરાજમાન હતો. એ પરદુ:ખકાતર મહાત્મા એ વયે