પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર

પણ પોતાના વર્ગના ગરીબ વિદ્યાર્થીઓને પોતાની શિષ્ય-વૃત્તિના પૈસામાંથી મદદ કરતા, અને પોતે અડધા ભૂખ્યા રહીને તથા ઘરમાં બનાવેલાં જાડાં કપડાં પહેરીને એકાગ્ર ચિત્તે અભ્યાસ ક૨તા.

અગીઆર વર્ષની વયમાંજ વ્યાકરણનો અભ્યાસ પૂરો કરીને એ ‘સાહિત્ય શ્રેણી’ માં દાખલ થયા. આ વર્ગના અધ્યાપકે એમની એટલી ન્હાની વય જોઈને, એમને પોતાના વર્ગમાં દાખલ કરવાની ના કહી. કારણ કે એટલી ન્હાની વયનો બાળક સંસ્કૃત સાહિત્યના ઉત્તમ ગ્રન્થો સમજી શકે એ એમને અસંભવિત લાગ્યું. પણ જ્ય્હારે ઈશ્વરચંદ્રે પરીક્ષા આપીને એ વર્ગમાં દાખલ થવાની પોતાની યોગ્યતા સાબિત કરી આપી ત્ય્હારે અધ્યાપક મહાશય પણ આશ્ચર્ય પામ્યા અને ઘણા પ્રેમ પૂર્વક નવા શિષ્યને ભણાવવું શરૂ કર્યું. દૃઢ પરિશ્રમી ઈશ્વરચન્દ્રે પહેલાજ વર્ષમાં રઘુવંશ, કુમારસંભવ, અને રાઘવપાંડવીય આદિ સાહિત્ય ગ્રન્થોની પરીક્ષામાં સૌથી પહેલા નંબર મેળવ્યો. બીજે વર્ષે ત્હેમણે માઘ, ભારવિ, મેઘદૂત, શકુન્તલા, ઉત્તર રામચરિત, વિક્રમોર્વશીય, મુદ્રા રાક્ષસ, કાદમ્બરી અને દૃશ કુમાર ચરિત આદિ ગ્રન્થોનો અભ્યાસ કર્યો. એ બધા ગ્રન્થો આદિથી અન્ત સુધી ત્હેમને કંઠસ્થ હતા. પુસ્તક જોયા વગર એ સંસ્કૃત નાટક વગેરે, જરા પણ અટક્યા વિના આખાંને આખાં બોલી જતા. ભાષાન્તર કરવામાં એ અદ્વિતીય હતા. આ ઉપરાંત એમણે સંસ્કૃત ભાષામાં વાતચીત કરવાની પણ ઘણી યોગ્યતા મેળવી હતી. બાર વર્ષના બાળકના મ્હોએ સંસ્કૃતની વાક્‌ધારા નીકળતી જોઈ કેટલો આનંદ થતો હશે ! ! આ વર્ષની પરીક્ષામાં પણ એમણે બધા વિદ્યાર્થીઓને હરાવ્યા. એમના શિક્ષકો સુદ્ધાંત ત્હેમની યોગ્યતાથી આશ્ચર્ય પામી ગયા. તેઓ એમનાથી એટલા બધા મુગ્ધ થઈ ગયા હતા, કે એમને મ્હોંએથી વારંવાર નીકળતું કે ઈશ્વર આ બાળકને ચિરંજીવી કરે ! આગળ ઉપર એ અદ્વિતીય પુરુષ થશે.

આ સમયમાં ઠાકુરદાસ પોતાના બીજા બે પુત્રોને પણ અભ્યાસ