પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


ઠાકુરદાસ બંદોપાધ્યાયનો પુત્ર છે એક મહાન પંડિત છે. ત્હેમની કીર્તિનું ખાસ કારણ એ હતું કે એ સમયના બીજા પંડિતો સંસ્કૃત ભાષામાં વિચાર પણ કરવા અશક્ત હતા. પણ બાળક ઇશ્વરચંદ્ર ધાણી ફુટે એમ ઝટ ઝટ સંસ્કૃત ભાષામાં વાતચીત કરતા.

ત્હેમના ગુણાનુવાદ ચારે તરફ પ્રસરી જવાથી ઘણી જગ્યાએથી વિવાહનાં માંગાં આવવા માંડ્યાં. આખરે શત્રુઘ્ન ભટ્ટાચાર્યની કન્યા દીનમયી સાથે ત્હેમનો વિવાહ નક્કી થયો. આ દીનમયી સંર્વાંગ સુંદરી અને સલક્ષણા કન્યા હતી. ત્હેના પિતા શત્રુઘ્ન ભટ્ટાચાર્ય ગામમાં પૈસે ટકે અને આબરૂ ઇજ્જતે સુખી હતા. ત્હેમણે આ સગાઈ કરતી વખતે ઠાકુકરદાસને કહ્યું “બંદોપાધ્યાય ! ત્હમારી પાસે ધન નથી, પણ ત્હમાતો છોકરો વિદ્વાન નીવડ્યો છે. કેવળ એજ કારણથી મ્હારી પાણ સમાન પુત્રી દીનમયીનું ત્હમારા પુત્ર સાથે સગપણ કરૂં છું.”

ઈશ્વરચન્દ્રને આ સમયે પરણવાની ઇચ્છા નહોતી. જીંદગી પર્યન્ત પથન પાઠન કરીશ, દેશ હિતનાં કાર્યો સાધીશ, દુઃખીઓનાં દુઃખ દૂર કરીશ, રોગીઓની સેવા કરીશ, એ પ્રકારના અનેક કલ્યાણકારી શુભ વિચારો એમના હ્રદયમાં આન્દોલન મચાવી રહ્યા હતા, ૫ણ એમ કર્યાથી પિતાના જીવને દુઃખ પહોંચશે. એમ ધારી પિતૃવત્સલ ઈશ્ચરચન્દ્ર, પિતાની આજ્ઞા માથે ચ્હડાવીને એટલી ન્હાની વયે લગ્નના પાશમાં બંધાયા. એ સમય ત્હેમની વય કેવળા ચૌદ વર્ષની અને ત્હેમની પત્નીની વય આઠ વર્ષની હતી.

વાચક ! જે શુભ વિચારો એ સમયે ઈશ્વરચન્દ્રના મનમાં ઘોળાયા કરતા હતા તેવા જ શુભ વિચારો આપણા બીજા પણ અનેક ઉચ્ચાભિલાષી, સારા સંસ્કરવાળા યુવકોનો મનમાં એ વયે આવ્યા કરે છે. પણ મ્હોટા થઈ સંસારમાં પડતાં ત્હેમાંના ઘણાઓના એ શુભ આશયો હવાઇ કિલ્લાની માફક ક્ષણભરમાં ઉડી જાય છે અથવા તો ભૂતકાળના આનંદજનક સ્વપ્ન માફક સ્મૃતિગમ્ય જ રહે છે. પણ ઈશ્વરચન્દ્ર વિદ્યાસાગરના જીવન ચરિત્રનું અવલોકન કરનાર કોઇ પણ ગૃહસ્થ કહી