પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૦
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર


શકશે, કે ત્હેમના એ વિચાતો આત્મમંથનકાળના અવેશ રૂપે નહોતા, પણ દૃઢ ગંભીર વિચારના પરિણામ સ્વરૂપ હતા. ત્હેમણે બાલ્યાવસ્થાના આ વિચારોને બ્રહ્મચર્યકાળમાં લીધેલી પવિત્ર પ્રતિજ્ઞાના રૂપ ગણીને ભવિષ્ય જીવનમાં પૂર્ણ રીતે અમલમાં મુક્યા છે. ધન્ય છે એ વીર નરને !

પણ પ્રિયપાઠક ! અહિં એક શંકા ઉઠી શકે છે, કે ક્રૂર રૂઢિને વશ થઇને ઠાકુરદાસે પુત્રને લગ્ન કરવાનો આગ્રહ ન કર્યો હોત અને ત્હેમને ઉચ્ચ અભિલાષાઓની પૂર્તિ માટે યાવત્ જીવન બ્રહ્મચર્ય પાળવાની આજ્ઞા આપી હોતતો વિદ્યાસાગર દેશને વિશેષ ઉપયોગી થઈ પડત કે નહીં ? હમારો અત્યંત નમ્ર અભિપ્રાય તો એ છે, કે નિ:સંદેહ એ દશામાં વિદ્યાસાગર વિશેષ ઉપગી થઈ પડત. સંસ્કૃત ભાષામાં એમની અત્યંત પ્રવીણતા ઉપરાંત, વર્તમાનયુગ માટે આવશ્યક અંગ્રેજી શિક્ષણ દક્ષતા, સ્વદેશનું હિત કરવાની તીવ્ર ઈચ્છા, વિચારોની ઉદારતા, હૃદયની વિશાળતા, અને આજકાલના સંસાર ત્યાગી સ્ન્યાસીઓમાં વિરલજ! મળી આવતાં સાદાઇ થયા આત્મસંયમના અદ્ભુત ગુણોથી વિભૂષિત થયેલા વિદ્યાસાગરને કુટુંબ પોષણને માટે સેવાવૃત્તિ ન સ્વીકારવી પડી હોત તથા ઘર સંસારની અનેક આધિવ્યાધિ અને ઉપાધિને લીધે સમય સમય પર ક્લેશિત ન થવું પડ્યું હોત તો બ્રહ્મચર્યના બળપર વધારે ઉત્તેજીત થયેલા વિદ્યાસાગરની સેવા, પ્રાત:સ્મરણીય આદર્શ પુરૂષ મહર્ષી દયાનન્દ - સરસ્વતીની માફક, દેશને વિશેષ લાભદાયક થઈ પડત. અસ્તુ.

લગ્ન થઈ ગયા પછી, એટલે કે પંદર વર્ષની વયે ત્હેમણે અલંકાર શ્રેણીમાં ભણવાને આરંભ કર્યો. અને એક વર્ષમાં જ સાહિત્ય દર્પણ કાવ્ય પ્રકાશ અને રસગંગાધર આદિ સંસ્કૃતના અલંકાર ગ્રન્થો ભણી લીધા, અને હમેશની માફક આ વખતની પરીક્ષામાં પણ એજ પહેલા આવ્યાં.

એક વખત બંગાળાના સુપ્રસિદ્ધ દર્શન શાસ્ત્રવેત્તા પંડિત જય