પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

અને તેમની બાળ વિધવા પત્નીએ પિતાના ઘરનો આશ્રય લીધો.

વાચક ! આ ઘટના ઉપરથી ત્હમે જોઈ શકશો, કે ઇશ્વરચન્દ્રનો સ્વભાવ કરૂણામય હોવા છતાં પણ કાયર નહોતો. સાધારણ રીત્યે આપણે એવો સ્વભાવ હોય છે, કે જે ‘મનુષ્યોને આપણે પૂજ્ય વડિલ ગણતા હોઇએ છીએ. ત્હેમની બે આંખની શરમ પડે છે. ત્હેમને મ્હોંએ કોઈ દિવસ ખરી વાત કહેવાતી નથી. ત્હેમના ખોટા આચારણો વખતે પણ ત્હેમને કર્તવ્ય સંબંધી સ્પષ્ટ સલાહ આપી ખોટું લગાડાતું નથી. બાળ વિવાહ, બહુ વિવાહ. (એક સ્ત્રીની હયાતીમાં બીજી સ્ત્રી સાથે લગ્ન કરવાનો રિવાજ) અને વૃદ્ધ વિવાહના સખ્ત વિરોધી હોવા છતાં પણ વ્યવહાર સાચવવાની ખાતર, એવાં લગ્નોના વરઘોડા આદિ ઉકેલવામાં શામિલ થતાં આપણે ઘણાં સુધારકોને જોઈએ છીએ, શું એ સુધારક બન્ધુઓ જાણતા નથી કે આ કેવળ ત્હેમની કાપુરૂષતા, નામર્દાઈ જ છે ! શું તેઓ પોતાનાં એવાં કાર્યોથી એ અનર્થકારી રિવાજોને મૌનપણે ઉત્તેજને નથી આપતા. ? પણ ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર એવા બ્હીકણ મનુષ્ય નહોતા. એમણે તો પોતાના પૂજ્ય ગુરુશ્રીની પણ શરમ ન રાખતાં જે વ્યાજબી લાગ્યું તે વગર સંકોચે સ્પષ્ટ કહીજ દીધું.

ઇશ્વરચન્દ્ર કેટલા કોમળ અને પારકે દુઃખે દુઃખી થનારા હતા, તે ઉપલી ઘટના ઉપરથી સાફ જણાઈ આવે છે. ઉત્તર કાળમાં બાળ વિધવાઓના વિવાહને માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરીને, જીંદગી પર્યન્ત ત્હેમણે જે અગાધ પરિશ્રમ કર્યો છે, તે પરિશ્રમ કરવાની વૃતિ, અબળાઓના કલ્યાણની ઇચ્છા, વૃદ્ધ વાચસ્પતિ મહાશયના અનુચિત વિવાહને લીધે સ્ફૂરી હતી, એમ કોણ નદી કહે ? જે અરસામાં ઇશ્વરચન્દ્ર કૉલેજમાં ન્યાય અને દર્શન શાસ્ત્ર ભણતા હતા તે અરસામાં વ્યાકરણના વર્ગના અધ્યાપકે રજા લીધી. તેથી થોડા વખતને માટે એ જગ્યા ઉપર માસિક ૫૦ રૂપિયાના પગારે ઈશ્વરચન્દ્ર નીમાયા, એ પગારમાંથી એમણે પિતાને ગયાજીની યાત્રા કરાવી, એ નોકરી એમણે