પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૭
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

રહીને, વિઘ્નોની સાથે વીરતાથી યુદ્ધ કરીને ઈશ્વરચન્દ્રે વિઘાભ્યાસ ઉપર જે પ્રેમ બતાવ્યો છે, તે પ્રત્યેક વિદ્યાર્થીને અનુકરણ કરવા યોગ્ય છે. આવું ગુણવાન બાળક જે ઘરમાં લાલનપાલન પામે છે તે ગૃહના પ્રત્યેક મનુષ્યનું મુખ ઉજ્જવલ થાય છે, જે દેશના વિદ્યાર્થીઓ વિદ્યાસાગરના જેવા વિદ્યાર્થી જીવનનું અનુકરણ કરે છે તે દેશના સૌભાગ્યની સીમા રહેતી નથી.


પ્રકરણ ૪ થું.


સરકારી નોકરીમાં વિદ્યાસાગર.


કૉલેજનું વિદ્યાર્થી જીવન સમાપ્ત કરી હવે વિદ્યાસાગરે કર્મ જીવનમાં પ્રવેશ કર્યો. એ કાર્યક્ષેત્રમાં પણા ત્હેમણે ઘણે પ્રકારે કીર્તિ મેળવી છે. બાલ્યકાળ અને વિદ્યાર્થી અવસ્થામાં, અપરિસીમ શ્રમશીલતા, દૃઢ એકાગ્રતા, અડગ આત્મવિશ્વાસ, વિશાળ બુદ્ધિમત્તા અને તેજસ્વિતાનો જે પરિચય ત્હેમણે આપ્યો છે, તેજ ગુણો ત્હેમના કાર્ય જીવનમાં પણ પુષ્કળ જોવામાં આવે છે. આપયત્તિ સમયે નિર્ભયતા, કર્તવ્ય પાલનમાં દૃઢપ્રતિજ્ઞા, નિરાશાના સમયમાં શાન્તિ અને સર્વ અવસ્થામાં નિરાભિમાનતા તથા સર્વ કાર્યમાં નિ:સ્વાર્થતા જોવાં હોય તો, એ બધા ગોણો વાંચકોને વિદ્યાસાગરના જીવનમાં, કાર્યજીવનના પ્રારંભથી તે જીંદગીના છેલ્લા દિવસો સૂધી, સ્પષ્ટ જણાઈ આવશે. કર્મશીલ મનુષ્યના કર્મ જીવનનો અન્ત આવતો નથી એ વાતનું વિદ્યાસાગર જીવન પ્રમાણ રૂપ છે. વિદ્યાસાગરે પાશ્ચાત્ય વિદ્વાન સિડની સ્મિથના નીચેના શબ્દો ચરિતાર્થ કર્યા છે.