પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૮
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

“Let every man be occupied, and occupied in the highest employment of which his nature is capable, and die with the conscious that he has done his best.”

(સારાંશ કે દરએક મનુષ્યે પોતાના સ્વભાવનુસાર ઉત્તર કાર્યમાં પારોવાવું જોઈએ, અને પોતાનું કર્તવ્ય શ્રેષ્ઠ રીતે પૂર્ણ કર્યું છે એ શ્રદ્ધા સાથે મરવું જોઇએ.)

ઈ. સ. ૧૮૪૧ ના ડિસેમ્બર માસમાં કલકત્તાની ફૉર્ટ વિલિયમ કૉલેજમાં માર્શલ સાહેબના હાથ નીચે વિદ્યાસગરે પહેલી નોકરી શરુ કરી. મધુસુદન તર્કાલંકારના મૃત્યુથી કૉલેજમાં મુખ્ય પંડિતની જગ્યા ખાલી પડી હતી. એ જગ્યા મેળવવાને ઘણા લોકો તળે ઉપર થઈ રહ્યા હતા. વિદ્યાસાગર મહાશય આ સમયે વીરસિંહ ગામમાં જનનીની પાસે લાડમાં પોતાનો ફુરસદનો વખત ગાળતા હતા. ત્હેમણે એ જગ્યાએ ઉમેદવારી કરવાનું ભાન પણ નહોતું, પણ તેમની અસાધારણ શ્રમશીલતા, મજબુત ખંત, આશ્ચર્યકારક બુદ્ધિમત્તા, સુંદર હસ્તાક્ષર, રચનાનૈપુણ્ય અને સર્વ વિષયોમાં એક સરખી રુચિ આદિ ગુણોને લીધે માર્શલ સાહેબની આંખમાં એ પહેલેથી ખુંપી ગયા હતા. એ ઉદાર દીલના સાહેબે ખાસ ખબર કહડાવીને વિદ્યાસાગરને કલકત્તે બોલાવ્યા અને પચાસ રૂપિયા મહિનાની નોકરી આપી (ઈ. સ. ૧૮૪૧) એ વખતે વિલાયતથી જે સિવિલિયના આ દેશમાં નોકરી કરવા આવતા ત્હેમને ફૉર વિલિયમ કૉલેજમાં દેશી ભાષાની પરીક્ષા આપવી પડતી. જો કોઇ સિવિલિયન સાહેબ એ પરીક્ષામાં નાપાસ પડતો તો ત્હેને નિરાશ થઈને પાછા જવું પડતું આ સાહેનોની બંગાળી ભાષાની પરીક્ષા વિદ્યાસાગર લેતા હતા એક દિવશે માર્શલ સાહેબે ત્હેમને સૂચનારૂપે મિત્રભાવે કહ્યું કે ‘આ સિવિલિયનો ઘણું ખર્ચ કરીને નોકરીની આશાએ હજારો ગાઉથી પરદેશ માવે છે. ત્હેમાં જો પાસ નથી થતા તો પછી એમની દુર્દશાનું ઠેકાણુંજ નથી.