પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૯
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


રહેતું, મારે મહેરબાની કરીને ત્હમે એમને અઘરા સવાલ ન પુછશો.

વાંચકો? આપણા ધનહીન નાયક, જ્હેમણે અડધા ભુખ્યા રહીને, દૃરિદ્રતા સાથે ઘોર સંગ્રામ કરીને વિદ્યાભ્યાસ કર્યો હતો અને હવે મહિને પચાસ રૂપિયાનાં પગારે નોકરીએ લાગ્યા હતા, ત્હેમણે અધ્યક્ષ સાહેબની સૂચનાના જવાબમાં આગ્રહ પૂર્વક કહ્યું કે “સાહેબ, મારાથી એવું કામ ન થાય. ભલે નોકરી છોડી દઈશ, પણ અન્યાય નહીં કરૂં ”

પ્રિય વાચક | આ ધર્મપરાયણ, નિર્ભયચિત્ત, બ્રાહ્મણ યુવકના ઉત્તર ઉપર વિયાર કરો, અને કહો કે તમારામાંથી કેટલા એવા નીળશે, કે જે ધર્મની ખાતર સંસારના બધા સુખને તુચ્છ ગણે? શું વિદ્યાસાગર જાણતા નહોતા. કે પિતા ઘણાજ ગરીબ છે અને મ્હને પોતાને પણ આજ સુધી પેટ ભરીને ખાવાનું મળ્યું નથી. આવી સ્થિતિમાં નોકરી જતી રહેશે તો, લક્ષ્મી ચાંલ્લો કરવાઆવી ત્ય્હારે મ્હોં ધોવા ગયા જેવું થશે પરન્તુ ના, એવી સાધારણ આપત્તિથી તો કાયર મનુષ્યોન ડરે છે, ધર્મવીરો ત્હેનો ભય નથી રાખતા. વિદ્યાસાગરે ચોખ્ખી ના કહી દીધી તેથી માર્શલ સાહેબને ખોટું લાગ્યું નહીં. ઉલટું એ સત્યપ્રિય ઉદાર વિચારના અંગ્રેજ અમલદારના મનમાં ઈશ્વરચન્દ્રની સત્ય નિષ્ઠા માટે સારો અભિપ્રાય બંધાયો. પોતાના કર્તવ્યમાં દૃઢ રહેવું એ વિદ્યાસાગરનું સિદ્ધાન્ત સૂત્ર હતું.

નોકરીમાં જોડાયા પછી એમણે અંગ્રેજી અને હિન્દીના અભ્યાસ તરફ ધ્યાન લગાડ્યું, થોડોક સમય પોતાના વિદ્વાન્ મિત્રો પાસે અભ્યાસ કર્યા પછી પગારદાર-શિક્ષકો રાખીને એમણે એ ભાષાઓમાં સારી પ્રવીણતા મેળવી. અંગ્રેજી ભાષાનો તો એમણે એવો સારો અભ્યાસ કર્યો હતો કે મહા કવિ શેક્સપિયરનાં નાટકોનાં બધા ઉત્તમ પ્રસંગો ત્હેમને કંઠાગ્ર હતા.

એ અરસામાં ફૉર્ટ વિલિયમ કૉલેજના હેટ રાઇટરની જગ્યા ખાલી પડી. માર્શલ સાહેબે એ જગ્યા ત્હેમને આપવા ધાર્યું. પણ