પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૦
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ત્હેમણે એ જગ્યા પોતે લેતાં પોતાના એક મિત્રને છરૂ. ૮૦ ના પગારે અપાવી.

નોકર થયા પછી વિદ્યાસાગરનું પહેલું કામ પોતાના વૃદ્ધ પિતાજીને નોકરીમાંથી છોડાવવાનું હતું. ઘણા આગ્રહ પૂર્વક એમણે પિતાને વિનંતિ કરીને નિવૃત કર્યા અને એમના ખર્ચ માટે દર મહિને વીસ રૂપિયા મોકલવા લાગ્યા. બાકીનું ત્રીસ રૂપિયામાંથી કલકત્તામાં આ નવ માણસોવાળા કુટુંબનું ગુજરાન ચલાવતા હતા.

ફૉર્ટ વિલિયમ કૉલેજની સીનીયર અને જુનિઅર પરીક્ષામાં સવાલપત્રો કહાડવાનો ભાર પણ વિદ્યાસાગર ઉપરજ હતો. એ કામ પણ એમણે ઘણી સારી રીતે બજાવ્યું હતું.

ફૉર્ટ વિલિયમ કૉલેજમાં એ કામ કરતા હતા એવામાં એક દિવસ ભારત વર્ષના ગવર્નર જનરલ એ કૉલેજ જોવા ગયા, અને વિદ્યાસાગરની સાથે વાતચીત કમીને ઘણા ખુશ થયા. એ વખતે વાતચીન દરમિયાન ત્હેમણે વાઇસરોય સાહેબને કહ્યું, કે સરકાર સંસ્કૃત કૉલેજની ઉન્નતિ તરફ કાંઇ લક્ષ આપતી નથી. અહિંથી જે છોકરા પાસ થાય છે, ત્હેમને સરકાર કોઈ નોકરી આપતી નથી, ત્હેમને માટે ફક્ત એક ‘જજ-પંડિત’ની જગ્યા ખુલી હતી તે પણ બંધ કરી દીધી. એથી કૉલેજમાં દિનપ્રતિદિન વિદ્યાર્થીઓ ઘટતા જાય છે. આપ બંગાળા પ્રાન્તમાં દરએક જીલ્લામાં નિશાળો સ્થાપો અને સંસ્કૃત કૉલેજમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ત્ય્હાં શિક્ષક તરીકે નીમોતો ધણું સારૂં થાય. બુદ્ધિમાન ગવર્નર જનરલ લૉર્ડ હારડિંજ સાહેબે ત્હેમની સૂચના મુજબ ઈ. સ. ૧૮૪૫ માં બંગાળા પ્રાન્તમાં એક સો નિશાળો સ્થાપવાનો હુકમ આપ્યો અને સાથે એ પણ ફરમાવ્યું કે સંસ્કૃત કૉલેજમાંથી પાસ થયેલા વિદ્યાર્થીઓને ત્ય્હાં નીમવામાં આવશે. એ વિધાર્થીઓની પરીક્ષા લેવાનો ભાર માર્શલ સાહેબ અને વિદ્યાસાગર ઉપર આવ્યો. લૉર્ડ હારડિંજ સાહેબે સ્થાપેલી આ શાળાઓમાંથી કેટલીક આજ પણ હારડિંજ વિદ્યાલયના નામથી બંગાળામાં