પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૩
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


આ બધી વાતોનો વિચાર કરતા વિદ્યાસાગર નદીને કિનારે ઉભા રહ્યા. પણ થોડાજ સમયમાં કર્તવ્યનો નિશ્ચય કરીને નદીમાં કુદી પડ્યા અને પેલીપાર જવા માટે તરવા લાગ્યા. આખરે ત્હેમના સાહસે એટલા સખ્ત પૂરમાં પણ એમને સહીસલામત પાર ઉતાર્યા. સામે પાર જઈને પોતાના મામાને ત્ય્હાં મધ્યાહ્નનું નિત્યકર્મ કરીને પાછાર ઘર તરફ ચાલવા લાગ્યા. સ્હાંજ પડતાં વળી બીજી નદી આવી. પણ એવાજ સાહસથી એને પણ પાર ઉતર્યા. અહિં' ઘણું મ્હોટું મેદાન હતું, અને ચોર લુંટારાનો ભય પણ ઘણો હતો. પણ ઈશ્વરચન્દ્ર તો પોતાની ઇષ્ટ દેવીરૂપ માતાના ચરણકમળનું ધ્યાન ધરતા સીધાને સીધા ઘર તરફ ચાલ્યા. ઘર આગળ તો સંધ્યા કાળેજ જાન રવાના થઈ ગઈ હતી. પણ ત્હેમની માતા પુત્ર વિયોગથી બહુ દુ:ખી થઇને આંસુ પાડતી ઘેર બેઠી હતી. અરધી રાત થઈ ગઈ પણ માતાએ કાંઈ પણ ખાધું નહોતું. ઘરમાં બીજા બધાં સુઈ ગયાં હતાં. એવામાં એમણે પુત્રનો અવાજ સાંભળ્યો કે, “મા, મા, હું આવ્યો, બારણું ઉઘાડો” માતાએ વિજળીની ઝડપે દોડીને બારણું ઉઘાડ્યું, અને આપણા વિદ્યાસાગર માતાને ચરણે પડ્યા, પહેલાં તો મા દિકરો મળીને ખૂબ રોયાં, પછી માએ પુત્રનાં ભીનાં કપડાં બદલાવ્યાં અને બે જણાંએ સાથે બેસીને ભોજન કર્યું.

ધન્ય છે વિદ્યાસાગરની માતૃ ભક્તિને !

કેટલાક દિવસ ઘેર રહ્યા પછી વિદ્યાસાગર પાછા નોકરી ઉપર ચ્હડ્યા. અંગ્રેજી અમલદારો ઘણું ખરું એમની પાસે કવિતા રચાવતા અને ખુશ થઇને સેંકડો રૂપિય ઈનામમાં આપવા; પણ એ પોતે એ રૂપિયા પોતાના ઉપયોગમાં ન લેતાં કૉલેજના વિદ્યાર્થી અને શિષ્યવૃત્તિ આપવામાં વાપરતા. મહિને પચાસ રૂપિયા પગાર ઉપરાંત પોતે એક કોડીને અડકતા નહીં. એજ સમયમાં સંસ્કૃત કૉલેજમાના સહકારી અધ્યક્ષ-વાઇસપ્રિન્સિપાલની જગ્યા ખાલી પડી, અને એ જગ્યાએ ત્હેમની નીમણુક થઈ. સંસ્કૃત કૉલેજમાં ત્હેમણે રોજ નવા સુધારા