પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૬
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


બરોબર મળતુંજ રહ્યું કલકત્તાના ઘરનું ખર્ચ ન્હાના ભાઈના પગારમાંથી ચાલવા લાગ્યું; અને બારમહિને રૂ. ૫૦ ઉધાર લઈને પિતાને મોકલવા લાગ્યા. જો કે દ્રવ્યના અભાવને લીધે એમને કોઈ વખત અડચણ પણ વેઠવી પડતી હતી. તોપણ ચિન્તાએ ત્હેમને કોઈ દિવસ વ્યથિત નહોતા કર્યા. દુ:ખીઓનું દુઃખ દૂર કરવાને એ સદા કમર બાંધીને તૈયાર રહેતા. મયેટ સાહેબના કહેવાથી એ અરસામાં, એમણે એક અંગ્રેજને છ મહિના સુધી બંગાળી અને હિન્દી ભણાવ્યું હતું. ભણી રહ્યા પછી સાહેબે દર મહિને રૂ. ૫૦) ના હિસાબે છ મહિનાના ૩૦૦ રૂપિયા આપવા માંડ્યા, ત્યારે પણ આવી તંગીમાં આવી પડેલા આપણા નિર્લોભી મહાત્મા વિદ્યાસાગરે એ દ્રવ્ય લેવાની સાફ ના કહી. અને કહ્યું કે ‘વાહ સાહેબ, મ્હારા મિત્ર મીસ્ટર મયેટના કહેવાથી મ્હેં આપને થોડા દિવસ ભણાવ્યું ત્હેમાં પગાર શેનો ?’ આ ઉપરથી જણાઈ આવે છે કે એમની આંખમાં કેટલી શરમ હતી.

એ નોકરી છોડ્યા પછી ઈ. સ. ૧૮૪૯ સુધી એમણે બીજું કાંઈ પણ કામ ન કર્યું. ત્હેમણે પોતાના એક [૧]*મિત્રને રૂ. ૮૦ ના પગારે હેડ રાઇટર અને રજીસ્ટ્રારની જગ્યાએ રખાવ્યા હતા તે મિત્રે હમણાં નોકરી છોડીને ડાક્ટરનો ધંધો કરવા માંડ્યો હતો, તેથી એ ખાલી પડેલી જગ્યા માર્શલ સાહેબના બહુ આગ્રહથી એમને સ્વીકારવી. પડી. ત્ય્હાર પછી થોડા સમયમાં સંસ્કૃત કૉલેજમાં સાહિત્યના અધ્યાપકની જગ્યા ખાલી પડી અને એ ત્ય્હાં નીમાયા. થોડા દિવસ પછી જ્ય્હારે કૉલેજને સેક્રેટરીનો જગ્યા ખાલી પડી ત્ય્હારે એ જગ્યા

કહાડી નાંખીને પ્રિન્સિપાલની નવી જગ્યા રાખવામાં આવી. એ પદ


  1. *આ મિત્ર તે આજકાલ જગવિખ્યાત પ્રસિદ્ધ વક્તા અને સ્વદેશ ભક્ત બાબુ સુરેન્દ્રનાથ બેનરજીના પિતા બાબુ દુર્ગાચરણ. નોકરી કરતે કરતે એ ડાક્ટરનો ધંધો શિખ્યા હતા. ત્હેમણે એ ધંધામાં ઘણીજ ખ્યાતિ મેળવી હતી. ત્હેમનું જીવન ઘણી અલૌકિક ઘટનાઓથી પરિપૂર્ણ હતું. વિદ્યાસાગર સાથે એમને જીવજાન દોસ્તી હતી.