પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૮
૩૮
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

તથા અન્ય પ્રાન્તોમાં શિખવાય છે. આતો ત્હેમની સાહિત્ય ચર્ચાનો આભાસ માત્ર છે. એ વિષેનું વિશેષ વૃતાંત આગળ ઉપર આવશે.

જે સમયે ત્હેમનો યશ ચારે દિશામાં ધીમે ધીમે પ્રસરી રહ્યો હતો. તે સમયમાં ‘એજ્યુકેશનલ કમિટી’ ના પ્રમુખ બંગ-લલનાઓના સાચા શુભેચ્છક, મિસ્ટર ડ્રિન્કવૉટરર બેથ્યુન સાહેબ સાથે એમને મુલાકાત થઈ. એમના મિલનસાર સ્વભાવે સાહેબને પોતાના એક હિતૈષી મિત્ર બનાવ્યા. કેવળ બેથ્યુન સાહેબજ નહીં, પણ ગવર્નર જનરલ કૉર્ડ હારડિંજ, ડેલહાઊસી કેનિંગ વગેરે ઊંચા દરજ્જાના અમલદારો પણ ત્હેમની તરફ ખાસ માનની નજરે જોતા હતા, તથા કેળાવણીના વિષયમાં ત્હેમની સલાહને સર્વોપરી ગણતા હતા. વિદ્યાસાગરનો સ્વભાવ એવો સરળ અને મળતાવડો હતો, તથા એમની મુખમુદ્રા એવી મનોહર તથા ચિત્તાકર્ષક હતી, કે ત્હેમને એકવાર મળનાર પણ ત્હેમની પ્રસંસા કર્યા વગર રહેજ નહીં. પણ એમના સ્વભાવનું મહત્વ એ વાતમાં છે, કે જે સમયે ગવર્નરો અને રાજા મહારાજાઓ, ત્હેમના ચરણ કમળથી પોતાના નિવાસને પાવન થયેલું સ્હમજતા હતા. તે સમયે પણ એમના ચિત્તમાં અભિમાનનો લેશ પણ અંશ નહોતો આવ્યો. ત્હેમનો ખરો સ્નેહ દીન, અનાથો અને નિરાધાર વિધવાઓ ઉપર હતો. જ્ય્હારે કોઈ દરિદ્ર કુટુમ્બના કષ્ટની વાત ત્હેમને કાને પડતી ત્ય્હારે તરતજ પોતે એને ઘેર જઈ પહોંચતા અને તનમનધનથી એ બિચારાનું દુઃખ દૂર કરવા યત્ન કરતા. કલકત્તામાં જ્ય્હારે ઘણું કામ કરીને થાકી જતા ત્ય્હારે સાવતાલ પરગણામાં ખર્મટાંડ નામના સ્ટેશને જઈ વિશ્રામ કરતા. અને ત્ય્હાંના ગરીબોનું દુઃખ મોચન કરવામાં સદા તત્ત્પર રહેતા. એમણે હોમિયોપથિક વૈદકનો પણ થોડો ઘણો અભ્યાસ કર્યો હતો, અને જ્ય્હારે કોઈ દરિદ્ર રોગીને ઘેર જતા ત્ય્હારે એ દવાની પેટી સાથે રાખતા. એક વખત એવું બન્યું કે ખર્મટાંડ ગામમાં એક દિવસ સ્હવારે એક ઢેડાએ આવીને એમને કહ્યું કે, ‘મહારાજ, મ્હારી બૈરીને કોલેરા થયો છે. આપ જો કાંઈ ઈલાક નહીં કરો તો