પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૦
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


મહિને રૂ. ૨૦૦ રૂપિયા બસેંનો વધારાનો પગાર કરીને ત્હેમને નદીઆ, હુગલી, વર્ધમાન અને મેદિનીપુર જીલ્લાએાના ઇન્સ્પેકટર ઑફસ્કૂલ્સ નીમ્યા. એટલે હવે વિદ્યાસાગરને દર મહિને રૂ. ૫૦૦ નો પગાર મળાવા માંડ્યો. એ વખતે સસ્કૃત કૉલેજમાં અંગ્રેજી ભણવું ફરજીઆત નહોતું. પણ એમણે પ્રિન્સિપાલ થયા પછી નિયમ કર્યો, કે પ્રત્યેક વિદ્યાર્થીએ બીજા વિષયોની પેઠે અંગ્રેજી ઉપર પણ લક્ષ આપવું પડશે. સરકારે પણ ત્હેમના એ કામને ટેકો આપ્યો. આજ વખતે સરકારે એજ્યુકેશનલ કાઉન્સિલ તોડી નાંખીને ત્હેની જગ્યાએ ડાઇરેકટર ઑફ પબ્લિક ઈન્સ્ટ્રક્શનની નવી જગ્યા કહાડી, અને એ જગ્યાએ ડબલ્યુ ગોરડન યંગ નામના એક જવાન સિવિલિયનને નીમ્યા. ઈશ્વરચન્દ્રે હાલિડે સાહેબને સમાજાવ્યું કે આપે આ જવાબદારીની જગ્યાએ કોઈ અનુભવી ગૃહસ્થને નીમ્યો હોતતો સારું થાત. એના જવાબમાં લે. ગવર્નર સાહેબે કહ્યું, કે કામ તો બધું હું જ કરીશ. યંગસાહેબ તો માત્ર નામનાજ છે. ત્હમે ઑફિસમાં જઈને એમને જરા કામકાજ શિખવી આવજો. એ હુકમ પ્રમાણે વિદ્યાસાગર, ડાઇરેકટર યંગસાહેબને કામ શિખવી આવતા હતા.

ઈ. સ. ૧ ૮૫૪ માં વિલાયતના પ્રધાન મંડળે ભારતવાસીઓની કેળાવણી માટે કેટલાક લાખ રૂપિયા ખર્ચવાની મંજુરી આપી અને લૉર્ડ મેકૉલે તથા લૉર્ડ વિલિયમ બેન્ટિકે ઈ. સ. ૧૮૩૫ માં સૂચવેલી પદ્ધતિ અનુસાર કેળવણી આપવાનો ઠરાવ થયો. આ હુકમ મુજબ વિદ્યાસાગરે બંગાળામાં અનેક નિશાળો સ્થાપી. ડાઇરેક્ટર યંગસાહેબ ત્હેની વિરુદ્ધ હતા. બેજાં બે અંગ્રેજ ઇન્સ્પેક્ટરોની સલાહ પ્રમાણે ત્હેમણે વિદ્યાસાગરને નવી શાળાઓ સ્થાપવાની મના કરી, પરન્તુ વિદ્યાસાગરે ત્હેમની વાત ન માનતા લૉર્ડ હાલિડે સાહેબને એ વાતની ખબર આપી, લેફ્ટનન્ટ ગવર્નરે એ સંબંધમાં પ્રધાન મંડળની સંમતિ માંગી અને એ લોકોએ વિદ્યાસગરની જ સલાહ પસંદ કરી . આથી બમણા ઉત્સાહથી નિશાળો સ્થાપવા લાગ્યા. ડાઇરેક્ટર સાહેબ દરેક વાતમાં