પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૨
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


તથા ઝભ્ભો ) પહેરીને આવવાનો ખાસ આગ્રહ કર્યો. એ પ્રમાણે એ પોશાક પહેરીને બે ત્રણ દિવસ સૂધીતો એ ગયા, પણ ચોથે દિવસે એમણે સાફ કહી દીધું કે ‘બસ સાહેબ આજ મ્હારી આપની સાથે છેલ્લી મુલાકાત છે, હાલિડે સાહેબે આશ્ચર્ય પામીને પુછ્યું ‘ કેમ પંડિતજી, શું થયું ? ’ એમણે હસીને જવાબ દીધો કે ‘ સાહેબ, મ્હારાથી કેદીની માફક વેશ સજીને આપની પાસે નહીં અવાય. એવો પોશાક મ્હને બહુ ભારે લાગે છે.’ લે. ગવર્નર સાહેબે ત્હેમની સરળતા જોઇને કહ્યું કે, ‘કાંઈ હરકત નથી આ કપડાં પહેવામાં ત્હમને કાંઈ અગવડ પડતી હોયતો ત્હમે મરજીમાં આવે તે કપડાં પહેરીને મ્હને મળવા આવજો, વાંચકો ! કહ્રૂં સન્માન કેવળ સદ્‌ગુણોથી મળે છે, કપડાં લત્તાના ઠાઠથી નહીં.

વિદ્યાસાગર અને ત્હેમના અંગ્રેજ ડાઈરેક્ટર વચ્ચે ગેર સમજુતી વધતી જતી હોવાથી, બન્ને માં સંપ કરાવવાને હાલિડે સાહેબ હમેશાં તજવીજ કરતા હતા પણ યંગ સાહેબ ઘણા તુમાખી સ્વભાવના મનુષ્ય હતા, એટલે બન્નેનો મેળ ન મળ્યો. એક વખતે વિદ્યાસાગરે નિશાળોની પરીક્ષા લીધા પછી તે સંબંધી રિપોર્ટ લખીને ડાઇરેક્ટર સાહેબને બતાવ્યો. ત્હેમણે એ રિપોર્ટ વાંચીને કહ્યું કે ‘આ રિપોર્ટને બહુ સારી રીતે શણગારીદો, કે જેથી અમલદાર વર્ગ એ વાંચીને એમ સ્હમજે કે કેળવણી ખાતાનું કામ ઘણું સારું ચાલે છે’ આવી સૂચનાને અપમાનરૂપ ગણીને ઊંચા વિચારના વિદ્યાસાગરે જવાબ આપ્યો કે મ્હેં જે બીના એક વખત લખી છે ત્હેમાં હવે કાંઈ ફેરફાર થાય એમ નથી’ ડાઇરેક્ટર સાહેબ એમ કરવા આગ્રહ કરવા લાગ્યા, પણ વિદ્યાસાગર નાનેનાજ કહેતા ગયા. આખરે વાત બહુ વધી પડવાની અણી ઉપર આવી પડી ત્ય્હારે એ ત્ય્હાંથી ઉઠી ગયા અને ઘેર આવીને નોકરી છોડવાનો વિચાર જણાવીને ડાઇરેક્ટર સાહેબ ઉપર એક પત્ર લખ્યો, અને એ પત્રની નકલ લેફ્ટેનન્ટ ગર્વનર હાલિડે સાહેબ ઉપર મોકલી આપી. હાલિડે સાહેબે વિદ્યાસાગરને બોલાવીને એ સંકલ્પ