પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૫
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


ને ત્હેમના પ્રથમ ગ્રન્થને માટે આ પ્રમાણે પાદરી સાહેબને ત્ય્હાં ધક્કા ખાતા જોઇએ છીએ ત્ય્હારે સાંભરી આવે છે, કે ઉત્તમ લેખકોને પોતાના શ્રેષ્ઠ ગ્રન્થોનો પ્રચાર કરવામાં પ્રાયઃ ઘણા દેશોમાં એવીજ વિપત્તિ નડી છે. જગ–વિખ્યાત નાટકકાર શેક્સપિયરનાં અમૂલ્ય નાટકો ઘણા કાળ સૂધી આદર પામ્યા વગર પડ્યાં રહ્યાં હતાં; સ્કોટના વ્હેવરલીનો સત્કાર કાંઈ પ્રગટ થતાં વાર તરજ થયો નહોતો; મિલ્ટનની જીંદગીમાં ત્હેમના પેરેડાઈસલોસ્ટની કદર કોઈએ કરી નહોતી, જોન્સન જેવા ઉતમ ગ્રન્થકારની પાસે સદ્‌ગૃહસ્થને છાજે એવો પોશાક નહીં હોવાથી એ લોકોને મળવા જઈ શકતો નહિ, ગોલ્ડસ્મિથ ચિરજીવન દારિદ્રયમાં પીડા પામ્યો હતો, અને યોગ્ય કદર કરનારના અભાવે બંગાળી ભાષાના અમર કવિ શ્રી માઈકેલ મધુસુદન દત્ત કંગાળપણામાંજ, મરી ગયા હતા, તો પછી વિદ્યાસાગરને પોતાના પ્રથમ ગ્રન્થને માટે ધક્કા ખાવા પડ્યા હોય તો આશ્ચર્ય શું?

આ સ્થળે ન્યાયની ખાતર એ પણ કહેવું પડશે, કે વિદ્યાસાગરના ગ્રન્થોને નાણાંની મદદ આપનાર પહેલા ગૃહસ્થ માર્શલસાહેબ નામના એક અંગ્રેજ ગૃહસ્થ હતા. એમણે રૂ. ૩૦૦) ત્રણસેં રૂપિયાની કિંમતની નકલો ખરીદ કરીને વિદ્યાસાગરના આ પ્રથમ પ્રયાસને ઉત્તેજન આપ્યું હતું.

ઈ. સ. ૧૮૪૮ માં ત્હેમણે માર્શમેન સાહેબના અંગ્રેજી ઇતિહાસના આધારે, બંગાળામાં અંગ્રેજોના આવ્યા પછીથી પોતામના સમય સુધીનો ઇતિહાસ લખ્યો. એની ભાળ ઘણી સાદી અને મનોહર છે. એ ઇતિહાસ ઘણા વર્ષો સુધી બંગાળાની નિશાળોમાં શિખવાતો હતો.

ઈ. સ. ૧૮૫૦ માં ચેમ્બર્સ બાયોગ્રાફીના ભાષાન્તર રૂપે “જીવનચરિત” નામનો અન્ય ગ્રન્થ પ્રગટ કર્યો. આ પુસ્તકમાં પાશ્ચાત્ય જાગૃતિઓના મહાન્ નરોનાં જીવનચરિત્ર આલેખાયાં છે,

ઈ. સ. ૧૮૫૧ માં “ચેમ્બર્સ રૂડિમેન્ટ ઑફ નોલેજ” નામના પુસ્તકનો આધાર લઈને બાળકોના અભાસ માટે “શિશુશિક્ષા” તથા