પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૬
૪૬
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

“બોધોદય” નામનાં પુસ્તકો રચ્યાં. જાણવા લાયક ઘણા વિષયો સ્હેલી ભાષામાં સ્હમજાવવામાં આ પુસ્તકો ઘણાં ઉપયોગી થઈ પડ્યાં છે.

ઈ. સ. ૧૮૫૫ માં મહાકવિ કાલિદાસના પ્રસિદ્ધ નાટક “અભિજ્ઞાત શાકુન્તલ” ને આધારે ત્હેમણે “શકુન્તલા” નામનું સુંદર ઉપન્યાસ રચ્યું. ઉત્તમ શૈલીને લીધે આ પુસ્તકે વાચક માત્રને મોહક કરી લીધા, અને ચારે દિશામાં એની પ્રશંશા થવા લાગી.

આજ વર્ષમાં વિદ્યાસાગરે સુપ્રસિદ્ધ ‘વિધવા વિવાહ વિષયક પુસ્તક’ લખ્યું. પુસ્તકના પ્રચારથી બંગાળમાં કેવો ખળભળાટ મચ્યો તે હમે આગળ ઉપર જુદા પ્રકરણમાં કહીશું.

ત્ય્હાર પછીના વર્ષમાં એમણે બાળકોને માટે ‘વર્ણ પચિચય’ ‘કથા માળા’ તથા ‘ચરિતાવલી’ નામની ચોપડીઓ રચી.

એજ સમયમાં ‘બેથ્યૂન સોસાઇટી’ માં એમણે ‘સંસ્કૃત ભાષા અને સંસ્કૃત સાહિત્ય’ સંબંધી એક નિબંધ વાંચ્યો હતો.

બ્રાહ્મ સમાજના આગેવાન સભાસદો બાબુ અક્ષય કુમાર દત્ત, હર્ષિ દેવેન્દ્રનાથ ઠાકુર , તથા બાબુ રાજનારાયણ વસુ સાથે એ ઘણા સમથી ગાઢ પરિચયમાં આવ્યા હતા. અને ત્હેમને લીધેજ સમાજ તરફથી પ્રગટા થતી ‘તત્ત્વ બોધિની પત્રિકા’ માં એ ઉત્સાહ પૂર્વક લેખો લખવા લાગ્યા. ઈ. સ. ૧૯૬૦માં એમણે મહાભારતનું બંગાળી ભાષાન્તર આરંભ્યું અને ત્હેનો ઉપોદ્‌ઘાત આ માસિક પત્રમાં છપાવા લાગ્યો. મહાભારતનું ભાષ્યતો એ પૂર્ણ કરી ન શક્યા, પણ ત્હેનો ઉપોદ્‌ઘાત જે છૂટો છવાયો છે તે ચાંચતા સ્પષ્ટ જણાઈ આવે છે કે એ આખું પુસ્તક જો સમાપ્ત થયું હોત તો બંગાળી સાહિત્યમાં એક અમૂલ્ય પુસ્તકની વૃદ્ધિ થાત.

ઈ. સ. ૧૮૬૨માં એમણે સંસ્કૃત ગ્રન્થના આધારે ‘સીતા વનવાસ’ લખ્યું. એ કેવળ ભાષાન્તર નથી, પણ મૂળની છાયા લઈને એક નવો ગ્રન્થ લખ્યો છે. ભાષા અને ભાષાના વિષયમાં એ ગ્રન્થ બીજાઓને માર્ગ સૂચક બન્યો છે. ‘સીતા વનવાસ’ માં વિદ્યાસાગરે