પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૯
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

પ્રકરણ ૬ ઠ્ઠું.


સ્ત્રી કેળવણી માટે વિદ્યાસાગરનો પ્રયાસ.


સ્ત્રીજાતિ તરફ વિદ્યાસાગરની વિશેષ ભક્તિ હતી, એ એમના મહાન્ પુરષાતનનું એક પ્રધાન લક્ષણ હતું. આપણે સાધારણ લોકો સ્ત્રીજાતિ તરફ ઈર્ષાખોર હોઈએ છીએ. અબળા સ્ત્રીઓના સુખ તથા સ્વતંત્રતાની હિલચાલ આપણે માટે એક હાસ્યનો વિષય થઈ પડે છે. આપણી ક્ષુદ્રતા અને બાયલાપણાનાં બીજાં લક્ષણો ભેગું આ પણ એક છે

પરન્તુ વિદ્યાસાગરના હૃદયમાં સ્ત્રીજાતી તરફ સ્નેહ તથા ભક્તિનાં બી બાલ્યાવસ્થામાંથીજ રોપાયાં હતાં. બાલ્યાવસ્થામાં જ્ય્હારે એ કલકતામાં જગદુર્લભ બાબુના ઘરમાં, ત્હેમના આશ્રય નીચે રહેતા હતા, તે સમયે એ બાબુસાહેબની બ્હેન રાઈમણી ત્હેમના ઉપર ઘણો હેતભાવ રાખતી હતી. એ દયાળુ બાઈ સંબંધી વિદ્યાસાગર આત્મચરિતમાં જે લખે છે તે ઉતાર્યા વગર ચાલે એમ નથી. “રાઈમણીનો અદ્‌ભૂત સ્નેહ અને કાળજી હું કદાપિ વિસરી શકીશ નહીં. ત્હેમનો એકનો એક પુત્ર ગોપાળચન્દ્ર મ્હારો સમવયી હતો. પુત્ર ઉપર જનનીનો જેટલો સ્નેહ તથા કાળજી જોઈએ, તેથી વધારે સ્નેહ અને દેખરેખ ગોપાળયન્દ્ર ઉપર રાઈમણી રાખતાં એમ સંશય નથી, પણ મ્હારો દૃઢ વિશ્વાસ છે, કે સ્નેહ અને કાળજીના સંબંધમાં મ્હારામાં અને ગોપાળચન્દ્રમાં રાઇમણી જરાપણ ભેદભાવ રાખતાં નહીં. સારાંશ એ, કે સ્નેહ, દયા, સૌજન્ય, નિઃસ્વાર્થતા, સદ્‌વિચાર, આદિ ગુણોમાં રાઈમણીની બરાબરી કરે એવી સ્ત્રી મ્હેં આજ