પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૪
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


સાગર મહાશય એક બાળકની પેઠે રોયા હતા. અને એ પરમપ્રિય મિત્રના મૃત્યુનો ઘા જીંદગી પર્યન્ત ત્હેમના હૃદયમાંથી રૂઝાયો નહોતો એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. બેથ્યૂન સાહેબના મૃત્યુથી એ કન્યાશાળાનો બધો ભાર વિદ્યાસાગર ઉપર આવી પડ્યો. બેથ્યૂન સાહેબ પોતાના વિલમાં એ સંસ્થાને માટે પુષ્કળ ધન મુકી ગયા હતા તેથી વિદ્યાસાગરે એ કન્યાશાળાનું નામ ‘હિન્દુબાલિકા વિદ્યાલય’ હતું, ત્હેને બદલે ‘બેથ્યૂન કૉલેજ’ રખાવ્યું. છેવટના વખતમાં વ્યવસ્થાપક મંડળીના સભાસદો સાથે મતભેદ પડવાથી વિદ્યાસાગરે કેક્રેટરીના પદનું રાજીનામું આપ્યું હતું, પણ એ સંસ્થા માટેની ત્હેમની સહાનુભૂતિ તથા પ્રેમ પહેલાંના જેવાંજ કાયમ રહ્યાં હતાં. વખતોવખત એ ડોળીમાં બેસીને કૉલેજમાં જતા અને છોકરીઓને અમૂલ્ય ઉપદેશ તથા સુંદર ઈનામો આપીને ત્હેમનો ઉત્સાહ વધારતા. શ્રીમતી ચન્દ્રકુમારી બસુએ જ્ય્હારે એ કૉલેજમાંથી કલકત્તા યુનિવર્સિટીની એમ. એ. ની પરીક્ષા પહેલ વહેલી પસાર કરી, ત્ય્હારે વિદ્યાસાગરના, હર્ષનો પાર રહ્યો નહોતો. પાસ થયાના ખબર સંભાળતાં વારજ, ઉત્સાહ વર્ધક અભિનંદન ૫ત્ર સાથે એમણે એ સન્નારીને ‘શૅક્સપિયર ગદ્યાવલીની’ એક સુંદર નકલ ભેટ આપી હતી.

એજ અરસામાં, એટલે કે છે, ઈ. સ. ૧૮૬૬ માં અબળા હિતૈષિ બાઇ કુમારી કરપેન્ટર વિલાયતથી કલકત્તે આવ્યાં હતાં, ડાઈરેક્ટર એટકિન્સન સાહેબે વિદ્યાસાગર સાથે એમનો પરિચય કરાવ્યો. હિન્દુ અબળાનું હિત બન્નેને હૃદયે એક સરખું હતું, એટલે આ મેળાપથી બન્નેને ઘણો આનંદ થયો, અને થોડાજ સમયમાં બન્નેની વચ્ચે ઘાડી મિત્રતા બંધાઈ. એક દિવસ એવું બન્યું કે, કુમારી કારપેન્ટરના કહેવાથી વિદ્યાસાગર મહાશય ત્હેમની સાથે કોઈ ગામની કન્યાશાળા જોવા જતા હતા. આગલી ગાડીમાં વિદ્યાસાગર મહાશય બેઠા હતા, પાછલી ગાડીમાં મિસ કારપેન્ટર તથા બે અંગ્રેજ અમલદારો હતા. દૈવવશ એવું બન્યું, કે ગાડીને વાળીતી વખતે વિદ્યાસાગરવાળી ગાડી ઊંધી