પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૭
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

પ્રકરણ ૭ મું

વિધવા વિવાહનો પ્રચાર


વાંચકોને સારીપેઠે માલૂમ હશે કે ૧૯ મા સૈકાના પ્રારમ્ભમાં હિન્દુસ્તાનના અન્યપ્રાન્તોની માફક બંગાળાની સ્ત્રીઓની દશા પણ ઘણી દયાજનક હતી. પતિના મૃત્યુ પછી સતી થવાનો ચાલ એ સમયે દેશમાં પુર જોરમાં પ્રચલિત હતો. ઈ. સ. ૧૮૨૪ ની ૪ ડિસેમ્બરે લૉર્ડ વિલિયમ બેન્ટિકની આજ્ઞાથી સમગ્ર ભારત વર્ષમાં વ્યપેલો આ સતીદાહનો અગ્નિ હોલવી નાંખવામાં આવ્યો. રાજા રામમોહન- રાયના અથાગ પરિશ્રમથી તથા લૉર્ડ વિલિયમ બેન્ટિકની શુભેચ્છાથી આ લજ્જાસ્પદ રિવાજનો અંત આવ્યો. વાંચક ! લજ્જાસ્પદ કોને માટે ? ભારત ૨મણીઓને માટે આરિવાજ લજ્જાસ્પદ હતો એમ હમારૂ લેશમાત્ર પણ કહેવું નથી. ચિંતાના અગ્નિમાં પતિના દેહની સોડ્યમાં સુઈને આત્મ સમર્પણ કરવાથી હિન્દુ રમણીનો ચરિત્રમાં સ્વર્ગીય શોભાનો ભાસ થતો હતો, નારી જતિની અદ્‌ભુત સહનશીલતા પ્રગટ થતી હતી છતાં પણ એ પ્રથા ચાલુ રાખવાને માટે ભારત વર્ષના પુરૂષોએ જે પ્રયત્ન કર્યો હતો ત્હેમને માટે લજ્જાસ્પદ હતો એમાં શો સંદેહ ? જે સહમરણ અથવા સતીનાઅ રિવાજમાં સ્ત્રી જાતિનાં વીરત્વનો અપૂર્વ વિકાસ જણાઈ આવતો હતો, ત્હેમાં પણ જે સ્ત્રીઓ પોતાની ઇચ્છાથી, કોઈના પણ દબાણ વગર, હાસ્યમય વદને, સીતા દેવીની અગ્નિ પરીક્ષાની માફક ચિતામાં પ્રવેશ કરતી હતી અને ઇષ્ટ દેવતાના નામનો જપ કરતી કરતી ભસ્મીભૂત થઈ જતી હતી, તે દેવીરૂપ સાધવી મહિલાઓનું પતિ ભક્તિનું ઋણ ફેડવાને કેટલા સાધુ પુરૂષોએ પત્નિનું સહગમન કે અનુગમન કર્યું છે ? કેટલાએ પત્નીના પછાડી પ્રાણ આપ્યા છે ? પરલોકમાં પતિની