પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૦
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


વગેરે શ્લોકો મૂળી આવ્યા. આ શ્લોકો વાંચતાં અને ત્હેના અર્થનો વિચાર કરતાં કરતાં તેમના હૃદયમાં ઉત્સાહનો એક વિચિત્ર ઉભરો. ઉભરાઇ આવ્યો. હર્ષઘેલા થઇને, પુસ્તકને ભોંય ઉપર મુકીને એ ઉભા થયા અને જેથી પુકારી ઉઠ્યા ‘મળ્યું છે, મળ્યું છે.’ પાસે બેઠેલા કોઈ ગૃહસ્થે પુછ્યું ‘શું મળ્યું છે?’ ત્હેમણે પ્રફુલ્લ વદને ઉત્તર આપ્યો ‘જ્હેને માટે આટલા દિવસ આટલું બધું દુઃખ વેઠી રહ્યો હતો તે આજ મળ્યું છે.’

આજ ત્હેમના આનંદનો પાર રહ્યો નહીં. રામ મોહનરાયની સતી દાહ-નિવારણની પ્રતિજ્ઞાની માફક ત્હેમણે લીધેલી વૈધવ્ય દુઃખ નિવારણની પ્રતિજ્ઞા ફલીભૂત થવાનાં આશા ચિહ્ન આજ જણાવવા લાગ્યાં. શાસ્ત્રોનાં વચનોનો સંગ્રહ કરીને, ત્હેના અર્થનો નિર્ણય કરીને, બુદ્ધિ અને તર્કનો ઉપયોગ કરીને એમણે વિધવા વિવાહ સંબંધી એક ગ્રન્થ રચ્યો. પરન્તુ એ પુસ્તક રચીને વિધવા વિવાહની આવશ્યકતા સપ્રમાણ ટુંકામાં સિદ્ધ કરી હતી. પરન્તુ એ પુસ્તક રચીને એકદમ પ્રગટ ન કર્યું, પુસ્તક લખ્યા પછી સૌથી પહેલા પિતૃદેવની પાસે ગયા અને વિનય પૂર્વક કહ્યું ‘શાસ્ત્રાદિના પ્રમાણ એકઠાં કરીને મ્હેં વિધવા વિવાદનો પક્ષ સમર્થન કરનારૂં આ પુસ્તક રચ્યું છે. આપ એને સાંભળીને છપાવવાની રજા નહીં આપો ત્ય્હાં સુધી હું એને પ્રગટ નહીં કરી શકું’ ઠાકુરદાસે પુત્રને પુછ્યું ‘જો હું રજા ન આપું તો તું શું કરીશ?’ ઈશ્વરચન્દ્રે કહ્યું ‘એમ થશે તો આપની હયાતીમાં એ ગ્રન્થનો પ્રચાર નહીં કરૂં. આપના સ્વર્ગવાસ પછી જેવી ઈચ્છા તે પ્રમાણે કરીશ’ પિતાએ કહ્યું ‘ઠીક કાલે એકાન્તમાં બેસીને ત્હારી પાસેથી એ પુસ્તક સાંભળીશ અને પછી મ્હારો અભિપ્રાય જણાવીશ.’ બીજે દિવસે વિદ્યાસાગર મહાત્મા પિતા પાસે જઈને એ ગ્રન્થ આદ્યોપાન્ત વાંચી સંભળાવ્યો. બધું સાંભળી રહ્યા પછી ઠાકુરદાસે પુછ્યું ‘ત્હારી ખાત્રી છે કે એમાં લખ્યું છે તે બધુ શાસ્ત્ર સંમત છે ? પુત્રે કહ્યું ‘એમાં મ્હને લેશ માત્ર સંદેહ નથી’ ઉદાર ચિત્ત પિતાએ કહ્યું ‘તો તું એ