પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૨
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર


ભાંડી. વર્તમાન પત્રોને તે એક નવો મશાલો મળી શક્યો. ત્હેમણે વિદ્યાસાગરની દલિલોનું ખંડન કરવામાં મનમાની ગાળોનો વરસાદ વરસાપ્યો, કેટલાએકે પરાશર સંહિતાના સ્પષ્ટ અર્થ ઉપર પાણી ફેરવીને ત્હેનો મન ગમતો અર્થ કર્યો, સારાંશકે સાત મહારથીઓએ પાતાનાં અસ્ત્ર શસ્ત્ર લઈને અભિમન્યુને ચારે તરફથી ઘેરી લીધો હતો તેમ આ વખતે વિદ્યાસાગરના પ્રસંગમાં બન્યું, પણ જેમ એ મહાવીરે એ બધા મહારથીઓનો પરાજય કર્યો હતો તેમ, વિદ્યાસાગરે એ ટીકાક્રોના જવાબમાં, ત્હેમના સઘળા ન્હાના મ્હોટા આક્ષેપોના ખુલાસારૂપ એક મ્હોટો ગ્રન્થ લખ્યો. એ ગ્રન્થ પ્રસિદ્ધ થવાથી બધા વિરોધીઓનાં મ્હોં બંધ થઈ ગયાં, અને હજારો માણસો ત્હેમના પક્ષમાં આવ્યા, જો કે ત્હેમના ઉપર આક્ષેપ કરવામાં લોકોએ ત્હેમને અસંખ્ય ગાળો દીધી હતી, તો પણ એમણે ઘણાજ મધુર શબ્દોનો પ્રયોગ કરીને અને પ્રબળ દલિલોનો આધાર લઈનેજ એ લેખકોને શરમાવી નાંખ્યા. થોડું પાણી અગ્નિને જલ્દી હોલવી નાંખે છે, તેમ વિદ્યાસાગરના આ થંડા દિલના જવાબે બધા વિરોધીઓને શાન્ત કરી દીધા. આ હિલચાલ આગળ વધારતાં વિદ્યાસાગરને એક મ્હોટી અડચણ નડી, એ અડચણ એ હતી કે બંગાળામાં દાયભાગના કાયદા મુજબ પુનર્લગ્ન કરેલી સ્ત્રીનાં સંતાન પોતાના પિતાની મિલ્કતના વારસ નહોતા થઈ શક્તા, એટલા માટે ત્હેમણે સરકારને એવી અરજી કરી કે વિધવાના બીજી વારના પતિથી જન્મેલા સંતાનોને દાયભાગના અધિકારી ગણવા. આ અરજી ઉપર બંગાળાના મ્હોટા મ્હોટા જમીનદારો અને વિદ્વાન નામાંક્તિ પંડિતો વગેરેથી એક હજાર સહીઓ હતી. તે ઉપરાંત પ્રસન્ન કુમાર ઠાકુર, પ્યારી ચરણ સરકાર, રાજા પ્રતાપચન્દ્ર વગેરે નામાંક્તિ નરોએ ઘણી સહીઓવાળી બીજી અરજી મોકલી. રાજા મહતાબચન્દ્ર જે એ સમયમાં રાજદરબારમાં ઘણા પ્રતિષ્ઠિત ગણાતા હતા, ત્હેમણે પોતાની તરફથી એક સ્વતંત્ર અરજી લખીને આ મતનુ ઘણી યુક્તિ પૂર્વક પોષણ કર્યું. આ પ્રમાણે લગભગ પચ્ચીસ હજાર કેળવાયેલા મનુષ્યો વિધાવા