પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૬
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ગપ ફેલાવી કે સરકારે પુનર્લગ્નનો કાયદો પસાર કર્યો હતો ત્હેના અસંતોષનો આ પરિણામ છે. આવા આવા આક્ષેપોને લીધે થોડા સમય સુધી એ કામ લગભગ બંધ પડી જવા જેવું થયું. વિરુદ્ધ પક્ષના લોકો કહેવા લાગ્યા કે સંયોગ વશ બે ચાર લગ્ન થઈ ગયા. હવે ક્યાં થાય છે ? ધર્મનો નાશ કરીને વિદ્યાસાગર કીર્તિ મેળવે છે. આ તો આ પારકા છોકરાઓને જતી કરવાનો ધંધો છે. પોતાને ઘેર એવું કરે ત્ય્હારે જાણીએ. આખરે એક કસોટીનો સમય પણ ઈશ્વરે આણી આપ્યો. ત્હેમના એકના એક પુત્ર નારાયણચન્દ્રે એક વિધવાને પોતાની સહધર્મિણી તરીકે પસંદ કરી. વિદ્યાસાગરે એ સંબંધને પસંદ કર્યો અને ઘણી ખુશી સાથે પુત્રને લગ્ન કરવાની મંજૂરી આપી. અને બંગાળી સંવત ૧૨૭૭ ના શ્રાવણ વદી ૧૨ ને દિને એકવીસ વર્ષની વયે નારાયણચન્દ્રનું લગ્ન એક બાળ વિધવા સાથે થયું. આ લગ્નથી વિદ્યાસાગરનું હૃદય કેટલું પ્રફુલ્લિત થયું હતું, તથા વિધવા વિવાહના કેટલા ખરા અંતઃકરણથી હિમાયતી હતા એ ત્હેમના લખેલા નીચેના એકપત્ર ઉપરથી જણાઈ આવશે. પોતાના અને નાના ભાઈ શંભુચન્દ્ર ઉપરના પત્રમાં વિદ્યાસાગર લખે છે શ્રાવણ વદી ૧૨ને રોજ બ્રહસ્પતિવારને દિને નારાયણે ભવસુંદરી; પાણી ગ્રહણ કર્યું છે એ ખબર માતૃદેવી વગેરેને જણાવજો.

અગાઉ ત્હમે લખ્યું હતું કે નારાયણના વિવાહ કરવાથી આપણું કુટુમ્બ મ્હારી સાથે ખાનપાનનો વ્યવહાર બંધ કરશે, માટે નારાયણના લગ્નને રોકવું એ આવશ્યક છે. એ સંબંધમાં મારે કહેવાનું એ છે, કે નારાયણે સ્વતઃ પ્રવૃત્ત થઈને આ લગ્ન કર્યું છે; મારી ઈચ્છા કે આગ્રહથી કર્યું નથી. જ્ય્હારે સાંભળ્યું કે વિવાહ નક્કી થઈ ગયો છે, અને કન્યા પણ તૈયાર છે, ત્ય્હારે સગાઈને મારી અનુમતિ ન આપતાં રોકવાનું આચરણ કરવું મારે માટે કોઈપણ રીતે વ્યાજબી ગણાત નહીં. હું વિધવા વિવાહનો પ્રવર્તક છું; મ્હેં ઉદ્યોગ કરીને ઘણાંના પુનર્લગ્ન કરાવ્યા છે; એવી હાલતમાં મારો પુત્ર વિધવા વિવાહ ન કરતા કોઈ કુમારી સાથે લગ્ન કરત, તો હું લોકો આગળ