પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૭
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

મ્હોં બતાવી શકે નહીં સભ્ય સમાજમાં બિલકુલ તિરસ્કાર યોગ્ય અને શ્રદ્ધાપાત્ર ગણાત. નારાયણે પોતે જાતે થઈને આ લગ્ન કરીને મ્હારૂં મ્હોં ઉજળું રાખ્યું છે અને લોકો આગળ ત્હેને મારા પુત્ર તરીકે ઓળખાવી શકું એવો માર્ગે લીધો છે. વિધવા વિવાહનો પ્રચાર એ મ્હારા જીવનનું સૌથી મુખ્ય સત્કર્મ છે. આ જન્મમાં એથી વધારે સત્કર્મમાં બીજું કરી શકીશ એવો સંભવ નથી. એ વિષયને માટે મ્હેં મારા સર્વસ્વનો ત્યાગ કર્યો છે અને કામ પડે પ્રાણ આપવાનું સ્વીકારતા પરાંગમુખ નહીં થાઉં. આ વિચાર આગળ કુટુમ્બનો કુસંપ એ ઘણી તુચ્છ વાત છે, કુટુંમ્બના મનુષ્યો ખાનપાનનો સંબંધ છોડી દેશે એ ભયથી હું પુત્રને તેના અભિપ્રેત વિધવા વિવાહમાંથી રોકત, તો મ્હારા કરતા વધારે નરાધમ બીજો કોઈ થાત નહીં. વધારે શું કહું ? એંણે સ્વતઃપ્રવૃત્ત થઈને આ વિવાહ કર્યાથી હું પોતાને ચરિતાર્થ માનું છું હું દેશાચારનો બિલકુલ દાસ નથી, પોતાના તેમજ સમાજના કલ્યાણને માટે જે ઉચિત કે આવશ્યક લાગશે તે કરીશ, લોક કે કુટુંબના ભયથી કદી પણ સંકોચ કરીશ નહીં

આખરે મ્હારૂં કહેવું એ છે કે આચાર વ્યવહાર રાખવાનાં જ્હેનામાં સાહસ કે પ્રવૃત્તિ ન હોય તે લોકો ભલે એ વ્યવહાર બંધ કરે એટલા માટે નારાયણ જરા પણ દુઃખી થશે એમ સ્હમજવું નહીં, અને હું પણ કોઈ પણ પ્રકારે એથી સંતુષ્ટ કે નારાજ નહીં થાઉં. મ્હારા વિચાર પ્રમાણે એ બધા વિષયો સ્વતંત્ર ઈચ્છા મુજબ છે. મ્હારી ઈચ્છાને અનુસરીને અથવા મ્હારા આગ્રહને વશ થઈને ચાલવું કોઈને માટે ઉચિત નથી.”

વિધવા વિવાહ સંબંધમાં વિદ્યાસાગરની શુદ્ધ આંતરિક વૃત્તિ દર્શાવવાને તથા ત્હેમના હૃદયની નિષ્કપટતા અને વિચારોની ઉદારતા દર્શાવવા માટે આ પત્ર પુરતો છે.

વિદ્યાસાગરના પુનર્વિવાહ પ્રચાર ને લાગતા આ પ્રકરણને સમાપ્ત કરતા પહેલાં એક પ્રશ્નનો ખુલાસો કરવો આવશ્યક છે કેટલાએક