પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૯
૬૯
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

અનુષ્ઠાનને અનુમોદન આપતું નથી. એકપત્નીવ્રતને હિન્દુશાસ્ત્રમાં ઉચ્ચ આદર્શ માન્યું છે. પ્રત્યેક હિન્દુના આદર્શપુરૂષ મર્યાદા પુરુષોત્તમ મહારાજા શ્રી રામચંદ્ર ત્હેમના એક પત્ની વ્રતને લીધે આજ પણ લાખો હિન્દુઓ દ્વારા શ્રદ્ધાયુક્ત પ્રેમ પુષ્પાંજલિ પ્રાપ્ત કરે છે. છતાં પણ એક સ્ત્રી ઉપર બીજી કરવાની હિન્દુ શાસ્ત્રમાં બિલકુલ મનાઈ પણ નથી; પણ જે સંયોગો માં બીજી વાર લગ્ન કરવાની હિન્દુ શાસ્ત્ર પરવાનગી આપે છે, તેવા સંયોગો ઘણા થોડા પુરુષોના પ્રસંગમાં બને છે. સર્વ શ્રેષ્ઠ સંહિતાકાર મનુએ દારાંતર ગ્રહણની જે મર્યાદા બાંધી છે તેમાં હાલ ચાલતા અન્યાયને લેશમાત્ર પણ સ્થાન મળતું નથી. મનુ કહે છે કે:—

જો જે સ્ત્રી દારૂ પીનારી, વ્યભિચારિણી, હંમેશા સ્વામીની ઇચ્છા વિરુદ્ધ ચાલનારી ચિરરોગી, ઘણા ક્રુર સ્વભાવવાળી, અને પૈસાનો નાશ કરનારી હોય તો પુરુષે ‘અધિવેદન’ અર્થાત્ બીજી વાર લગ્ન કરવું.

સ્ત્રી વંધ્યા હોય તો લગ્ન પછી આઠ વર્ષે, મૃતપ્રજા હોય તો દસ વર્ષે, અને કન્યાજ જન્મ આપતી હોય તો અગિયાર વર્ષે અને અપ્રિયવાદિની હોયતો સદ્ય બીજી વાર લગ્ન કરવું.

ધર્મશાસ્ત્રમાં આ પ્રમાણે જરા છૂટ મળતાં ત્હેમનો લાભ લેવા બંગાળી કુળવાનો ચુક્યા નથી ત્હેમણે આ રિવાજને કેટલી અધમ સ્થિતિ એ પહોંચાડ્યો હતો. ત્હેનો પૂરો ખ્યાલ આ ટૂંકા પુસ્તકમાં આપવો અસંભવ છે. અહિં ત્હેનો લેશ માત્ર આભાસ કરાવીશું. વિદ્યાસાગર મહાશયે અનેક પત્ની કરનાર કુલીન (?) બંગાળીઓનું એક સૂચી પત્ર બનાવ્યું હતું. ત્હેમાં પંચાવન વર્ષના એક ડોસાના એંશી લગ્ન, અઢાર વર્ષના યુવકના અગિયાર લગ્ન અને વીશ વર્ષના યુવકના સોળ