પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુધારાનો કાર્ય ક્રમ કેવી પદ્ધતિ ઉપર રચચો જોઈએ, એ બધાનો નિર્ણય કરવામાં ગુજરાતની હાલની અને ભવિષ્યની પ્રજાને એવો પ્રયાસ ઘણોજ મદદ રૂપ થઈ પડશે.

રા. બા. લાલશંકરભાઇ પ્રત્યેની મારી અગાધ ભક્તિને લીધે થયેલા આ વિષયાન્તર માટે વાંચકોની ક્ષમા માંગી હવે હું સહૃદય ચવાંચક બંધુઓ પાસે એક ભિક્ષા માંગવા ધારૂં છું. વિદ્યસાગર ચરિત એક સાચ્ચા સુધારકનું ચરિત્ર છે. કેટલાક વાંચકોને રૂચિકર ન થઈ પડે એવા વિષયોનો ઉલ્લેખ એમાં જરૂર આવશે. પણા ત્હેમને મ્હારી એક નમ્ર વિનંતિ છે કે, તેઓએ નિષ્પક્ષપાતપણે આ જીવન ચરિત્રને યથેતિ વાંચવાની તસ્દી લેવી. એમ કર્યાથી એમની ખાત્રી થશે કે વિદ્યાસાગરના ચરિત્રમાંનો એક પણ અંશ એટલો બધો મહાન્ છે કે એ એકજ ગુણને લીધે, એમની ગણના શ્રેષ્ઠ મહાત્માઓની પંક્તિમાં થઇ શકે. એમના વિચારો સાથે જ્યહાં વાંચકોને મતભેદ પડે, ત્યહાં તિરસ્કારને બદલે હૃદયની ઉદારતા બતાવી, ત્હેમના ચરિત્રમાં રહેલા બીજા અનેક સદ્‌ગુણોનું અનુકરણ કરવા તેઓ પ્રયત્ન કરશે તો પણ મ્હારો પ્રયત્ન સફળ થશે.

આ પુસ્તકનું ટાઇટલપેજ પોતાની દેખરેખ નીચે ચપાવવા માટે મ્હારા સન્મિત્ર રા. રા. રમણીકલાલ અમૃતલાલ મહેતાનો તથા વિદ્યાસાગરના ચિત્ર માટે ગોઠવણ કરાવી આપવા માટે મ્હારા બંગાળી મિત્ર રવીન્દ્રનાથસેનનો ઘણો ઉપકૃત છું.

બારાં-કોટાસ્ટેટ
રાજપુતાના.
૨૦ ઑગસ્ટ ૧૯૧૧

શિવપ્રસાદ દલપતરામ પંડિત.
}