પૃષ્ઠ:Ishwarchandra Vidyasagarnu Jivancharit.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૩
૭૩
ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર

ત્હેમનું રચેલું સમાજ સંસ્કાર અને સામાજિક ઉન્નતિ સંબંધી નીચે લખેલું પ્રતિજ્ઞાપત્ર વાંચવાથી ત્હેમનો ઉદ્દેશ જણાઈ આવે છે:

પ્રતિજ્ઞા પત્ર.


હું ધર્મને સાક્ષી રાખીને પ્રતિજ્ઞા કરું છું કે:—

૧. કન્યાને વિદ્યાભ્યાસ કરાવીશ.
૨. અગિયાર વર્ષપૂરા થતા સુધી કન્યાનું લગ્ન કરાવીશ નહીં.
૩. કુળવાન વંશજ ક્ષાત્રિય અથવા મૌલિક ઈત્યાદી ભેદનો વિચાર ન કરતા સજાતીય સપાત્ર ને કન્યાદાન કરીશ.
૪. કન્યા વિધવા થશે અને એની સંમતિ હશે તો ફરીથી એનું લગ્ન કરાવીશ.
૫. અઢાર વર્ષ પૂરા થતા સૂધી પુત્રને પરણાવીશ નહીં.
૬. એક સ્ત્રીની હયાતીમાં બીજું લગ્ન નહીં કરું.
૭. જ્હેની એક સ્ત્રી જીવતી હશે ત્હેને કન્યા આપીશ નહીં.
૮. જે આચરણથી પ્રતિજ્ઞા સિદ્ધિમાં અડચણ પડે એવું આચરણ કરીશ નહીં.
+ + +વગેરે વગેરે.

આપણા ગુજરાતમાં પણ આજથી લગભગ ત્રીસેક વર્ષ ઉપર સ્વર્ગસ્થ સાક્ષર નવલરામ ભાઈના પ્રયાસથી ‘બાળ લગ્ન નિષેધક સભા’ સ્થપાઈ હતી અને એમાં પણ ઉપલા પ્રતિજ્ઞાપત્રમાંની, વિધવા વિવાહ આદિ સિવાયની બીજી પ્રતિજ્ઞાઓને મળતી પ્રતિજ્ઞા લેવાઈ હતી. પણ જેવી રીતે એ સભામાં ઘણા ગૃહસ્થો એ પોતાની એ પ્રતિજ્ઞાને વિસરી જવામાં વાર લગાડી નથી તેવીજ રીત્યે વિદ્યાસાગરવાળા પ્રતિજ્ઞાપત્રમાં સહી કરનાર કેટલાક ગૃહસ્થોએ