ત્રણ દાયકાથી પ્રજ્ઞાચક્ષુ, શ્રવણમંદ, મંદબુદ્ધિ, મગજનાં લકવાવાળાં બાળકો તેમજ હલન-ચલનની ખામી ધરાવતાં વ્યકિતઓ માટે નિદાન, સારવાર, શિક્ષણ, તાલીમ, પુનર્વસન તેમજ આ ક્ષેત્રે મેનપાવર ડેવલોપમૅન્ટ કરવાનું કાર્ય કરી રહ્યા છે. લાભુભાઈનો ધ્યેય વિકલાંગો માટે ભાવનગર જિલ્લો - સમગ્ર ભારતમાં એક આદર્શ જિલ્લો બની દેશનું કેન્દ્રબિંદુ બને અને કામના અભાવે કોઈપણ વિકલાંગને બિચારાં તરીકે જીવન વ્યતીત કરવું ન પડે તે છે. આ ઉમદા ધ્યેયને પરિપૂર્ણ કરવા લાભુભાઈ જિલ્લા અને રાજ્ય સ્તરે વિવિધ સંસ્થાઓ સાથે જોડાઈ, અવિરત સેવા આપી રહ્યા છે. શ્રી લાભુભાઈ સોનાણીએ કરેલ કાર્યોની આ માત્ર સંક્ષિપ્ત વિગત છે. જેના સંપૂર્ણ કાર્યો વિશે માહિતીની નોંધ આપવી અતિ મુશ્કેલ છે. વર્ષ ૨૦૧૩માં તેઓ મેંનિન્જાઈટિસ (Meningitis)ની જીવલેણ બીમારીના ભોગ બન્યા હતા. જેના કારણે શરીરમાં લગભગ અડધા અંગો સાવ નિર્જીવ બન્યાં હતાં. આ બીમારી અડધા વર્ષથી પણ વધારે સમય સુધી ચાલી હતી. પણ તેઓ ‘અડગ, મનના માનવી’ અને ‘મજબૂત ઈચ્છાશક્તિ ધરાવતા વ્યક્તિ’ હોવાને લીધે ફરી વાર આ જીવલેણ બીમારીને માત આપી, જીવનની બીજી ઘાત એક ઝાટકામાં વટાવી દીધી હતી ! સાચે જ… આ એક ઈશ્વરીય ચમત્કાર કહી શકાય. આ તેમનો પુનર્જન્મ હતો. વિકલાંગોનાં સર્વાંગી વિકાસની યાત્રામાં આવેલ અડચણરૂપ બીમારી દરમિયાન સ્થગિત થયેલ યાત્રાને તેઓએ બમણી ગતિએ આગળ ધપાવવા હવે પછીનું સમગ્ર જીવન વિકલાંગોનાં ઉત્કર્ષ માટે જીવવાનો દૃઢ સંકલ્પ કર્યો છે. તેઓની જીવનયાત્રા દરમિયાન કરેલાં મુખ્ય કાર્યોની નોંધ નીચે પ્રમાણે લઈ શકાય.
પિતાશ્રી ટપુભાઈના આશીર્વાદ સમો સમાજસેવાનો મળેલો બહુમૂલ્ય વારસો લાભુભાઈએ પૂરી લગન અને નિષ્ઠાથી આગળ વધાર્યો. તેઓ અંધજન સેવાકીય ક્ષેત્રે ૧૯૮૪માં સ્થાપેલ રાષ્ટ્રીય અંધજન
મંડળ-ભાવનગર જિલ્લા શાખાના સ્થાપક-કારોબારી સભ્ય રહ્યા છે.