લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પરિશ્રમ પછી મળેલ આ ઉત્તરને સમજવા મેં ભીતરની અનેક યાત્રા પછી એક ચોક્કસ નિષ્કર્ષ મેળવ્યો, જેના વિશે જાણવું આપ સૌને માટે રસપ્રદ બનશે.

ઇશ્વરે સૃષ્ટિના નિર્માણ સમયે જીવોને જુદી-જુદી અવસ્થામાં, જુદાં- જુદાં સ્વરૂપે, ચોક્કસ સંદેશ સાથે ધરતી પર મોકલ્યા. સૌથી છેલ્લો વારો મનુષ્યનો હતો. મનુષ્યને અન્ય જીવસૃષ્ટિ કરતાં કશુંક વિશેષ આપવાનું હતું. જેના બદલામાં મનુષ્ય પોતાને મળેલ અંગોમાંથી સૌની સુખાકારી માટે ઇશ્વર દ્વારા પ્રદાન કરેલ સૃષ્ટિના બદલામાં વ્યાજ સ્વરૂપે કેટલાક માનવીઓએ પોતાને મળેલ ઈન્દ્રિયો, અંગો કે ઉપાંગોની ભેટ ધરવાની, જેના સ્વરૂપમાં ઇશ્વર પોતે બુદ્ધિનું સ્વરૂપ ધારણ કરી પ્રત્યેક માનવીમાં અવતરણ કરશે. ઇશ્વર દ્વારા કરાયેલ ઉપરોક્ત સંવાદથી મૃત્યુલોકમાં આવવાની તૈયારી કરતા માનવીય જીવો મોટી વિમાસણમાં પડ્યા. કેટલાક કલ્યાણના ઉમદા હેતુ માટે પડકાર સ્વીકારવા તૈયાર થયા. કોઈએ આંખ, કોઈએ કાન કે બીજી ઈન્દ્રિયોનું દાન- સૃષ્ટિ નિર્માણ માટે આપવા સંમતિ આપી. આ સંમતિ આપનાર મનુષ્ય તરીકે જન્મનાર પ્રત્યેક ક્ષતિગ્રસ્ત વ્યક્તિ જેને આપણે વિકલાંગ કહીએ છીએ, તે જ છે સૃષ્ટિનું ઋણ અદા કરનાર મૂલ્યવાન માનવીઓ ! તમે જ કહો આવા લોકોને શાપિત કે અભિશાપિત કેવી રીતે કહી શકાય? બેંકમાંથી જ્યારે આપણે ઋણ લઇએ છીએ ત્યારે તેના બદલામાં આપણે થોડી વધારે રકમ ચૂકવવાની શરત સ્વીકારીએ છીએ. આ વધારાની રકમ એટલે વ્યાજ. ઇશ્વરની બેંકમાંથી માનવસૃષ્ટિરૂપી મળેલ ઋણ વધારાની રકમ એટલે માનવીમાં જન્મ કે જન્મ પછી આવતી વિકલાંગતારૂપ ચેલેન્જ. જે પડકાર ઇશ્વર તરફથી મળેલા ઋણનું વ્યાજ છે, તે કોઇ અભિશાપ નથી.

આપણે કોઈપણ બેંકમાંથી આપણા ઉત્થાન માટે કરજ લઇએ છીએ

ત્યારે કરજનું વ્યાજ સાથે ચૂકવણું કરતા હોઈએ છીએ. આ રકમ આપણી શાખ

[૧૦૨]