લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ટ્રેઇન છોડી જ્યારે ઊતરી જાય છે ત્યારે ગણતરીની મિનિટોમાં આપણે તેને ભૂલવા લાગીએ છીએ, તો કેટલીક વખત આવા પરિચિતો સાથે સંબંધોનો સેતુ આપણા વ્યવસાય, નોકરી કે મિત્રતા માટે લંબાતો પણ હોય છે, પરંતુ આવા ઔપચારિક સંબંધો ક્ષણિક સંતોષ આપનારા પુરવાર થાય છે. મારા જીવનની નેરોગેજ ટ્રેઇને જે અંતર કાપ્યું છે તેની યાદગાર સ્મૃતિઓ વાગોળવી રહી.

નાની ઉંમરે માતાના અવસાન પછી સ્નેહ અને સંવેદના ગુમાવી તે મેળવવા અનેક ડોકિયાં કર્યા, પરંતુ ઇચ્છિત સંવેદના, સ્નેહ કે લાગણી પ્રાપ્ત થયાં નહીં. શાળા શિક્ષણ અને ઉચ્ચતર શિક્ષણે પણ એ પરિણામ ન આપ્યું. અનેક સંબંધો સ્થાપિત થયા પછી પણ પંચમનો સ્વર સંભળાયો નહિ. વિદ્યાર્થી અવસ્થામાં બાકડા પર બેસી કોયલના ટહુકામાં જે ભીનાશ, જે મધુરતા સંભળાય તે મેળવવા હરણ જે રીતે કસ્તુરી પાછળ - તેની જ નાભીમાંથી આવતી સુવાસની દિશામાં-ભાગતું રહે છે તેમ ભાગવા છતા કશું જ પ્રાપ્ત થયું નહિ ! ઉત્તમ પુસ્તકો પણ એક બેઠકે વાંચ્યાં અને સાંભળ્યાં પણ છે પરંતુ મનોરથને સંતોષી શકે એવી કોઇ સંવેદના સ્પર્શી શકી નહિ. આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવા પ્રવૃત્તિઓ સાથે જોડાઈ દિવસ-રાત કાર્ય કરવાનું પસંદ કર્યું. શ્રી અંધ અભ્યુદય મંડળ - ભાવનગરની વિવિધ પ્રવૃત્તિઓની જવાબદારીઓ મારે શિરે આવવાના કારણે અનેક પીડિતોના અંતરમાં વલોવાતી અવદશાનાં દર્શન થયાં. વર્ષોથી જે શોધતો હતો તેવી જ સંવેદના, તેવી જ લાગણી, સ્નેહ અને હૂંફ માટે કેટલા લોકો તડપી રહ્યા છે તેની ખબર પડી. દિવસે દિવસે પ્રવૃત્તિઓનો વેગ વધતો રહ્યો. નવી નવી જવાબદારી ઉપાડવાની તક સાંપડી. ૧૯૯પમાં જ્યારે રાષ્ટ્રીય અંધજન મંડળના માનદ્‌મંત્રી તરીકેની જવાબદારીઓ અદા કરતો હતો ત્યારે અંધજન મંડળનાં સંચાલક શ્રી જગદીશભાઇ પટેલને મળવાનું થયું. તેમનાં પત્ની સનેત્ર ભદ્રાબેન સત્યા હતાં. આ બંને મળ્યા પછી મને એક વિચાર{{સ-મ[૧૧૨]||}}