આવ્યો. એક મોટી સંસ્થાનો પ્રજ્ઞાચક્ષુ સંચાલક પોતે અંધ સ્ત્રી પર ભરોસો મૂકવાને બદલે પોતાની સગવડ ખાતર સનેત્ર પાત્રની પસંદગી કરે તે કેટલા અંશે વાજબી કહેવાય ? હું આવું નહિ કરું, મનોમન સંકલ્પ કર્યો. થોડા દિવસોમાં મારા મિત્ર ચંદ્રકાંતભાઇ જોશીના બતાવ્યા પ્રમાણે એક છોકરી જોવા માટે હું, મારા મોટાભાઇ વલ્લભભાઇ અને બહેન રંભાબેન સાથે જોશીભાઇ પણ ખરા... આણંદ પાસે પેટલાદ પહોંચી ગયાં. લાંબી મંત્રણાઓ થઇ. સાંજે છૂટા પડતાં પહેલાં કેટલીક સ્પષ્ટતાઓ થઇ. હા-ના નો જવાબ અમારા મધ્યસ્થી જોશીભાઇ મારફતે એકબીજાને મળશે તેવું નક્કી થયું. તે વખતે ભારતમાં મોબાઇલ ફોનનો પ્રવેશ થયો ન હતો. એસ.ટી.ડી. ફોનનું નવું આકર્ષણ હતું. ઠેર-ઠેર એસ.ટી.ડી. - પી.સી.ઓ. બુથ ખુલતાં હતાં. વાત થયા પછી ઘણા લાંબા સમય સુધી કોઇ જવાબ આવતો ન હતો. રાત્રીના શાળાએથી તરસમિયા પહોંચી - બે કામ કરતો. કવિતા લખવી અને બે-ત્રણ-ચાર દિવસે બ્રેઇલમાં પેટલાદ પત્ર લખતો. કાગળનાં ખાસ કોઇ જવાબ મળતા નહિ, કોઇવાર તેના પિતા પાસે પોસ્ટકાર્ડમાં પત્ર મળ્યાની પહોંચ તે જરૂર પાઠવતા. પરિવારનાં સભ્યોની તબિયતના સમાચાર પણ પૂછે પણ જેની ઇંતેજારી હતી તે વિશે એક શબ્દ પણ લખે નહીં. તેથી પત્ર વાંચ્યા પછી મનોમન થોડું બડબડ કરી લેતો. ફરી એકાદ પત્ર લખવા બેસી જાઉં. આમને આમ એકાદ વર્ષ પસાર થઇ ગયું. અમારા મધ્યસ્થી જોશીભાઇએ બીજી એક કન્યા બતાવવાની ઓફર કરી. હવે મને કોઇ કન્યા જોવામાં રસ ન હતો. મેં તેને કન્યા જોવાની ઘસીને ના પાડી. થોડા દિવસમાં મને પેટલાદ આવી જવાનાં ટેલિફોનથી સમાચાર મળ્યા. તે વખતે મારા સહાયક તરીકે અમારા ભાણેજ અશ્વિનને મેં સાથે લીધો. મારી ભત્રીજી પુષ્પા પણ સાથે હતી. પુષ્પા મારુંલેખન કાર્ય સંભાળતી. હું તેને નિયમિત ભણાવતો પણ ખરો. તેની શાળાએ તેમના અભ્યાસ માટે ચર્ચા કરવા તેમના શિક્ષક પાસે ગયો ત્યારે
શિક્ષકોએ કહ્યું કે, ‘આ છોકરી વર્ગમાં રર થી રપ મા ક્રમે રહે છે, તેનું થોડું ધ્યાન