લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પી.એન.આર.ની હૉસ્પિટલમાં દાખલ થયો ત્યારે સભાન અવસ્થામાં હતો. પરંતુ ત્યાંથી મને સ્ટર્લિંગ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો તે, કેવી રીતે લઇ ગયા ? કોણ લઇ ગયું અને ક્યાં લઇ ગયા ? તેની ખબર નથી. જેણે આજ સુધી કોઇ નિર્ણયો લીધા ન હતા. તેણીએ બધી જ જવાબદારી ઉપાડી લઇ, નોકરીમાં લાંબી રજા મૂકી ખડે પગે ઊભાં રહી, મારી સારવારનો તમામ પ્રબંધ કર્યો. પી.એન.આર.ની હૉસ્પિટલમાં જ મારો અંતિમશ્વાસ પૂરો થઇ જવાનો હતો ત્યારે જ તેણીએ હિંમત એકત્રિત કરી, સગા-સબંધી, મિત્રો અને વડીલોને તાત્કાલિક સારી હૉસ્પિટલમાં સારવાર આપવા નિર્દેશ આપ્યો. અનેક રિપોર્ટો પછી પણ દર્દ પકડાતું ન હતું. એક-એક રિપોર્ટ વિશે તે ડૉકટરો સાથે પરામર્શ કરે, મારી દીકરી નિષ્ઠા પણ તેની બાલ્યાવસ્થા હોવા છતાં આ સમયગાળા દરમિયાન ખૂબ મોટો રોલ ભજવતી હતી. સ્ટર્લિંગ હૉસ્પિટલના ડોક્ટરોએ મારો શ્વાસ પાછો લાવી, કહી દીધું: ‘આ પ્રોબ્લેમ ન્યૂરોલોજિસ્ટનો છે તેથી તેની સાચી સારવાર ન્યુરોલોજિસ્ટ જ કરી શકે. તેમણે ડો. ગુરૂમુખાણી પાસે લઇ જવા સલાહ આપી. મને ત્યાંથી ખસેડવામાં આવ્યો. સીટીસ્કેન અને અન્ય જરૂરી રિપોર્ટ પછી ડૉ. ગુરમખાણીએ સાચું નિદાન મેળવ્યું. તેમના કહેવા મુજબ મગજમાં ટીબીની નાની ટ્યૂમર છે તે દવાથી ઓગળી જશે તેવી ચર્ચા મારી પત્ની નીલા, તેમના મોટાભાઇ સંદીપભાઈ, વિપુલ અને અમારા ભાણેજ કાનજી સાથે કરી હતી. બધાએ ડૉકટરની સલાહ મુજબ આગળ વધવા સહમતિ આપી. થોડા દિવસ પછી અમોને ઘેર આરામ કરવા રજા આપવામાં આવી. એક દિવસ રાત્રીના હું પથારીમાં ઊભો થયો. અચાનક ડાબો પગ અને ડાબો હાથ કામ નથી કરતા તેવું મને લાગ્યું, તેમ છતાં જેટલી શક્તિ હતી તે એકત્રિત કરી હું જેમ-તેમ પથારીમાં ઊભો થયો, ધડાક કરતા મોડીરાત્રીના નીચે પડ્યો. અવાજ સાંભળી નીલા અને નિષ્ઠા ઊંઘમાંથી જાગી સફાળાં દોડ્યાં. બંનેએ ભારે મહેનત પછી

મને ઊંચકીને પથારીમાં સુવડાવ્યો. સવાર પડતાની સાથે મને ઊંચકીને રિક્ષામાં

[૧૧૭]