તો તે, આ સંસ્થામાં ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે એમ હું કહું છું.
ધાર્મિક પ્રવૃત્તિઓ જુદી-જુદી રીતે થઇ શકે છે. કોઇ કીડિયારું પૂરે, તરસ્યાને પાણી પાય, કોઇને પગ પર ઊભો રહેતા શીખવે, જોવામાં, શીખવામાં મદદ કરે, કોઇનામાં આત્મવિશ્વાસ જગાવે તો તે પણ ધર્મ છે. આ સંસ્થા આપણા સમાજનાં એ વિકલાંગ બાળકોનાં મનમાં આત્મવિશ્વાસ જગાવવાનું કામ કરે છે. આ કાર્ય એટલું મહાન છે કે તેની તુલના કરવી સંભવ નથી. એક શબ્દ છે તે સંવેદના.
સંવેદનાનો અર્થ છે અન્યની વેદના જોઇને પોતાને પણ તે વેદનાની અનુભૂતિ થવી. સમાજ અનેક લોકોથી બનેલો છે પણ તેને જોડવાનું જે કામ કરે છે તે સંવેદના છે. ફક્ત રેતી અને સિમેન્ટથી કોઇ ઇમારત બનતી નથી, તેમાં પાણીની જરૂર પડે છે, તેવી જ રીતે ઉત્તમ સમાજ રચના માટે સંવેદનાની જરૂર પડે છે. આ સંવેદના જગાવવી એ બહુ જ અઘરું કામ છે. ગમે તેટલી માળા જપીએ, મંદિર જઇએ, તિલક કરીએ, પણ આપણે વૈષ્ણવજન ત્યાં સુધી ના બની શકીએ જ્યાં સુધી નરસિંહ મહેતાની સંવેદનાની પરિભાષા ન જાણીએ.
“વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે..” જ્યાં સુધી પરપીડાથી જોડાઇએ નહીં ત્યાં સુધી સાચા વૈષ્ણવજન બની ન શકીએ. અન્યની પીડા જોઈ દ્રવી ઊઠે તે જ સાચો માનવી. સંવેદના વિના તંદુરસ્ત સમાજનું નિર્માણ થતું નથી. સંવેદના વિનાનો સમાજ પણ નિરર્થક છે. સંવેદના મનમાં જાગે તેના માટે ઇશ્વરની કૃપા જોઇએ.
ઇ.સ. ૧૯૨૮માં ભાવનગરનાં પ્રજાવત્સલ મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીએ મુંબઇમાં એક સમારંભ દરમિયાન ઘટના જોઇ અને તેમના મનમાં સંવેદના જાગી. તેના પરિણામ સ્વરૂપે ઇ.સ.૧૯૩૨માં આ સંસ્થાનો
જન્મ થયો. આ સંસ્થામાં ઘણી બધી પ્રવૃત્તિઓ થાય છે, જેને આગળ મેં