આ જબરજસ્ત સિદ્ધિઓ પાછળ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સખત મહેનત છે. તે માટે સૌને મારાં ખૂબ-ખૂબ અભિનંદન છે. પણ તેનાથી સંતોષ માનવાનો નથી કારણ કે સંતોષ એ પૂર્ણવિરામ છે. તેથી અભિનંદન સાથે મારો અનુરોધ છે. કે આનાથી પણ વિશેષ ધ્યેયો નક્કી કરી તેને પૂર્ણ કરવા કમર કસીએ.
આપણા દેશમાં સામાન્ય શિક્ષણ આપતી સેંકડો સંસ્થાઓ છે, પણ એમાંની મોટાભાગની સંસ્થાઓ માત્ર માહિતી જ આપે છે. ખરા અર્થમાં વ્યક્તિત્વનો વિકાસ થાય તેવું શિક્ષણ આપતી સંસ્થાઓ બહુ જ ઓછી છે. આપણે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિકશક્તિઓનો વિકાસ થાય તેવું શિક્ષણ આપવાનું છે. કોઇનું વ્યક્તિત્વ બહુ સારું છે તો તેની કોપી કરવાની જરૂર નથી. ક્ષણિક લાભો પાછળ દોડવાને બદલે સુષુપ્ત શક્તિઓના વિકાસ માટે ધ્યાન આપવાનું છે. તે માટે આંતરિક શક્તિનો વિકાસ થાય અને તે દ્વારા હું મારી સંસ્થાને, મારા દેશને શું નવું આપી શકું ? એ વિચારવાનું છે. ભલે દૃષ્ટિની મર્યાદા હોય, પણ તે આપણને બાધક ન બનવી જોઈએ. એ ક્યારે બાધક ન બને ? જો આપણામાં આત્મવિશ્વાસ હોય તો આ મર્યાદા બાધક ન બની શકે. આ માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જાગૃત થવાની જરૂર છે.
ર૧મી સદી ઇન્ફર્મેશન ટેક્નોલોજી - આઇ.ટી. ની સદી છે. કમ્પ્યૂટરનો ઉપયોગ વધી રહ્યો છે. કમ્પ્યૂટરના ઉપયોગમાં દૃષ્ટિની કોઇ મર્યાદા નડતી નથી. પ્રત્યેક પ્રજ્ઞાચક્ષુ કમ્પ્યૂટર પર દરેક કાર્ય કરી શકે છે. એ માટે માત્ર જોજ સોફટવેરનો ઉપયોગ કરવાનો છે. આ સૉફ્ટવેર જેવા બીજા અનેક સૉફ્ટવેરો છે અને નવા-નવા આવી પણ રહ્યા છે. જેના દ્વારા આપણે અનેક કામો કરી શકીએ. હવે એવા સંજોગો આકાર લઇ રહ્યા છે કે અંધ વિદ્યાર્થીને પરીક્ષા માટે રાઇટરની જોગવાઇ રદ થશે અને તેના બદલે તેમણે કમ્પ્યૂટરનાં ઉપયોગ દ્વારા જાતે જ પેપરો લખવાં પડશે. આ માટે ટેકનોલૉજીનો ઉપયોગ
કરતાં શીખવું પડશે. તે થકી સક્ષમ બની આપણે એક નોર્મલ વ્યક્તિની સાથે