કરવામાં આવેલ છે.
આ ઉપરાંત ૧૯૯૯માં કેટલીક ગંભીર વિકલાંગતા માટે ‘નેશનલ ટ્રસ્ટ એકટ’ પણ ભારત સરકાર દ્વારા ઘડવામાં આવેલ છે. ૧૯૯૦ થી ૨૦૦૦નાં દાયકાને વિકલાંગોનો સુવર્ણકાળ લેખી શકાય. કારણ કે, આ સમય ગાળામાં વિકલાંગો માટે સમગ્ર વિશ્વમાં ક્રાંતિનો યુગ આવ્યો. જેના પરિણામે વિકલાંગોને ‘ડિસેબલ’ ને બદલે લોકો ‘ડિફરન્ટલી એબલ’ કહેતા થયા. કોઇ પણ વ્યકિતની શારીરિક કે માનસિક ક્ષમતાને પિછાણીને તેમને આવશ્યક સગવડો પૂરી પાડી. જ્યારે સામાન્ય સમાજની વચ્ચે પોતાની શક્તિઓનો પરિચય કરાવવા સમાજ અને સરકાર દ્વારા ઉત્તમ તક આપવામાં આવે છે. ત્યારે જ તેના માટે વપરાયેલા ‘દિવ્યાંગ’ શબ્દનો અર્થ ચરિતાર્થ બને છે. આપણે જોયું વિકલાંગ ધારો ૧૯૯પમાં અવરોધ મુકત વાતાવરણ માટે આખું એક ચેપ્ટર આપવામાં આવ્યું છે. આ કાયદામાં વિકલાંગો માટે ભૌતિક અવરોધમુકત બાબતો પર જેટલું લક્ષ આપવામાં આવ્યું છે, તેટલું લક્ષ સમાજની વિચારશ્રેણીની માનસિક અવરોધમુક્ત બાબતો પર આપવામાં આવ્યું હોત તો, આજે જે વિકલાંગોએ પ્રગતિ કરી છે તેના કરતા પણ તેઓ અનેકગણા આગળ વધી શક્યા હોત. છેલ્લા દોઢ દાયકામાં વિકલાંગોનાં શિક્ષણ માટે કામ કરતા કર્મચારીઓ માટેના નિયમોમાં અનેક વિસંગતતા જોવા મળે છે, જેના પરિણામે એક અંધકારમય વાતાવરણ તરફ આપણે ધકેલાય રહ્યા છીએ. એક બાજુ ૨૧ મી સદી ટૅકનોલૉજીની સદી પુરવાર થઇ છે અનેક ઉપરકરણો અને ઇલેક્ટ્રોનિક ટેકનોલોજીનાં કારણે લોકોની સુખાકારીમાં અભિવૃદ્ધિ થઈ રહી છે જેમણે આંખોનું તેજ ગુમાવ્યું છે તેવા વ્યકિતઓ પણ આજે કમ્યુટરની મદદથી સામાન્ય વ્યકિતની જેમ સક્ષમ અને સબળ પુરવાર થઇ રહ્યા છે, પરંતુ તેમને
આવી તાલીમ અને તજજ્ઞોની સેવાઓ પ્રાપ્ત થઈ શકે તેવી માળખાકીય