લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વિદ્યાર્થીઓની નક્શાપોથીઓ અને પ્રયોગપોથીઓની ચકાસણી કરી, શકે છે કે કેમ ?

(૩) તેઓ બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ ૨૦૦૯ મુજબ બજાવવાની ફરજ બજાવી શકે છે કે કેમ?

શિક્ષણ વિભાગ દ્વારા સમિતિને આપવામાં આવેલ ફોરમેટની વિગતો ચકાસતાં આપણને ખ્યાલ આવે છે કે ૧૦૦ ટકા દૃષ્ટિની ખામી ધરાવનાર કોઇપણ વ્યક્તિ બ્લેકબોર્ડ પર શી રીતે વિગતો દર્શાવી શકે ? આપણે તેને આવી ચકાસણી માટે ચેલેન્જ કરી તેના માટે વપરાયેલ ‘દિવ્યાંગ’ શબ્દની ગરિમાની ધજિયા ઉડાડીએ છીએ અને એ પણ એક તંત્ર દ્વારા તેનાથી જરા હટીને આ સમસ્યાના નિવારણ માટે વૈકલ્પિક સ્રોતોનો વિચાર કરવામાં આવ્યો હોત તો સંપૂર્ણ અંધત્વ ધરાવતા ઉમેદવાર પણ અગાઉથી પાઠયક્રમની સામગ્રી રોલ-અપ બોર્ડ પર લેખિતમાં તૈયાર કરાવી વિદ્યાર્થીઓની સંકલ્પનાઓને સંતોષવા કેવી રીતે પ્રયત્ન કરી શકે અથવા ટેકનોલોજીના યુગમાં લેપટોપ કે કમ્પ્યૂટરની મદદથી સ્ક્રીન પર પણ આવી સામગ્રી દર્શાવી શૈક્ષણિક સંકલ્પનાઓ પ્રજ્ઞાચક્ષુ શિક્ષક કેવી રીતે પ્રસ્તુત કરી શકે અને આ માટે તેણે જરૂરી ઉપકરણો, તાલીમ માટે શી વ્યવસ્થા થઇ શકે તેના તરફ થોડો દૃષ્ટિપાત થયો હોય તો ખરા અર્થમાં ‘ડિફરન્ટલી એબલ’ કે ‘દિવ્યાંગ’ શબ્દને ન્યાય મળી શકે. વિકલાંગધારાની કલમ-૩૨ અંતર્ગત મુકરર થયેલ જગ્યાના મુદ્દાને લક્ષમાં લઇ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં મેરીટ યાદીમાં સ્થાન ધરાવતા ૩૪ પ્રજ્ઞાચક્ષુ ઉમેદવારોએ જ્યારે ન્યાય માટે દાવો દાખલ કર્યો ત્યારે શિક્ષણ વિભાગનાં પ્રજ્ઞાચક્ષુઓને નોકરીથી વંચિત રાખવા ફોર્મેટ તૈયાર કરનાર

અધિકારીને પણ કલ્પના નહિ હોય તેવો નામદાર ગુજરાત હાઈકોર્ટએ ન્યાયિક

[૧૪૦]