લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કોઇ એક મહાનુભાવની ન હતી, તે સમાજની વિચારધારાની શંકા હતી. જે રીતે તંદુરસ્ત શરીરમાં જીવાણુઓના પ્રવેશથી રોગ ફાટી નીકળે છે, તેવું જ તંદુરસ્ત સમાજમાં મનઘડંત શંકાથી કોઇવાર સમાજ ડામાડોળ થઇ જાય છે. કામ કરનાર વ્યકિત વિશે ચલાવવામાં આવતી ટીકા તે વ્યકિતને વિચલિત કરે છે, પરિણામે આવા લોકોની શકિતનો લાભ સમાજને પૂરતા પ્રમાણમાં મળતો નથી. સાચી ટીકા કરનાર વ્યકિત વંદનીય છે, પરંતુ મનઘડંત શંકાઓ ઉપજાવી, અનુમાનો લગાવી, જે લોકો ટીકાનો માહોલ ઊભો કરે છે એ લોકો સમાજના જીવાણુ છે, જેઓ સમાજને તોડી નાખે છે, સમાજને વિચલિત બનાવે છે તેવા લોકોથી ચેતવું રહયું. મારા કેટલાક મિત્રો જયારે મને મળે ત્યારે હંમેશાં વખાણ કરતા હોય છે, એકની એક વાત જયારે મળે ત્યારે વાગોળી ભાત-ભાતની પ્રશંસા અને વખાણ કરે છે. પરંતુ આ બધા લોકો વિશે મને જયારે બહારથી જાણવા મળે ત્યારે ખબર પડે છે કે આ જ લોકો કેટ-કેટલી મનઘડંત ટીકાઓ કરી, લોકોમાં કેટલું નફરતનું ઝેર રેડે છે. આ વાત પરથી હું એટલું જ સમાજયો છું કે આપણે ટીકા કે, “વખાણ બંને પરિસ્થિતિમાં સમતુલા રાખવાની છે. ટીકાથી દુઃખી નહીં અને વખાણથી ખુશી નહીં.” આપણા તટસ્થ ભાવથી આગળ વધતાં-વધતાં કામ કરતા રહેવું, તે જ તેનો સાચો ઉપાય છે. જે ટીકા કરનાર લોકો છે તે આપણા દુમન નથી અને વખાણ કરનાર લોકો છે તે આપણા મિત્ર નથી. આ વાત આપણે હંમેશાં યાદ રાખવી રહી. સિદ્ધિના શિખરે જનાર પ્રત્યેક વ્યકિતને ઉપરોકત બંને પરિસ્થિતિનો સામનો કરવાનો હોય છે. જેઓ આગળ વધવા માંગતા નથી, એવા લોકોની કદી ટીકા પણ થતી નથી. જેવા તમે આગળ જવા પ્રયત્ન કરો છો તેવા જ તમે ઈર્ષ્યા અને ટીકાને પાત્ર બનો છો. એ જ રીતે તમારો પ્રશંસાનો વર્ગ પણ ઊભો થવા લાગે છે. એક પછી એક બંને વર્ગના લોકો સામે તમારે આવવાનું થાય છે. એક વર્ગ ટીકા કરે છે અને બીજો વર્ગ પ્રશંસા કરે છે. ધ બંનેમાં જે સારું અને સત્ય છે તેને પારખી આપણે પ્રગતિના શિખર સુધી યાત્રા