લોકો સાથે ચર્ચા વિચારણા કરવાની તક પણ મળી છે. હકારાત્મક લોકોની વિચારધારા મને ઠેર-ઠેર જોવા મળી છે, તેમ છતાં કેટલાક નિશ્ચિત લોકોની સંકુચિતતાના કારણે કેટલીકવાર કારણ વગરની ટીકા કરતાં લોકો સાથે મળવાનું થાય છે. આવા લોકો સારા કાર્યમાંથી પણ ભૂલો શોધી કાઢવાની કુશળતા ધરાવતા હોય છે. તેમની હલકી માનસિકતાને કારણે તેઓ મનઘડંત ટીકા કરતા હોય છે તથા સારા કામમાંથી પણ એનકેન પ્રકારેણ ભૂલો શોધી પોતાની બુદ્ધિ શકિતનું પ્રદર્શન કરતા હોય છે. ખાસ કરીને સેવાના ક્ષેત્રમાં જેમણે કાર્ય કરવું છે, તેવા લોકોએ મનઘડંત ટીકા કરનાર લોકોથી બચી પોતાની બુદ્ધિમતા પ્રમાણે અન્યના હિતાર્થે કાર્ય કરતા રહેવું જોઈએ. તેમજ ટીકાકાર લોકોનાં મંતવ્યોને મૂલવી, આપણી યોગ્ય ભૂલને સ્વીકારી, તટસ્થ રીતે કાર્ય કરતા રહેવું જોઇએ. શ્રીમદ્ ભગવદ્ ગીતાના મત મુજબ પ્રત્યેક વ્યકિતએ ફળની અપેક્ષા વિના કર્મ કરતાં રહેવું જોઇએ. ઉત્તમ કર્મ દ્વારા મળેલી સફળતાનું ફળ ઈશ્વરને અર્પણ કરી પ્રત્યેક વ્યકિતએ પોતાની જાતને ટેલિફોનના રિસીવર જેવા કાર્ય માટે ઈશ્વરે પોતાને કાર્યનું માધ્યમ બનાવવા આ તક આપી છે, તેવું સમજી કર્મ બજાવતા રહેવું જોઇએ. આમ થશે તો, કોઈપણ ટીકાકાર તમારા કાર્યક્ષેત્રમાં અડચણરૂપ બની શકશે નહિ. આપણો પ્રશંસક વર્ગ પણ આપણા કાર્યક્ષેત્રમાં આપણા અહંને પોષી આપણા કાર્યથી આપણને ચલિત ન કરે તેની પણ આપણે હંમેશાં કાળજી રાખવી જોઇએ. ટીકા અને વખાણ એક જ સિક્કાની બે બાજુઓ હોવા છતાં તે બંનેની કાર્ય પ્રણાલી તદ્દન અલગ છે. તેની વ્યકિત પર અસર પણ અલગ પડે છે એટલા માટે સિક્કાની બંને બાજુઓનો લાભ આપણા કાર્યક્ષેત્રમાં આપણને મળી રહે તેવી સમજ આપણે કેળવવી પડશે. જયારે સિક્કાની બંને બાજુઓનો સમાવેશ થાય છે ત્યારે તે સિક્કો ચલણમાં મૂકી શકાય છે અને તેનું યોગ્ય મૂલ્ય આપણે મેળવી શકીએ છીએ. વ્યકિતએ પોતાના જીવનનું યોગ્ય મૂલ્ય મેળવવા માટે જીવનરૂપી સિક્કાની બંને
પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૫૦
દેખાવ