થાય ત્યારે કરતા હોય છે બાલ્યાવસ્થામાં મને નાનાં બાળકો વચ્ચે હંમેશાં નેતૃત્વ લેવાની તક મળતી. હું નેતૃત્વ લેવાની હંમેશાં ઇચ્છા રાખતો. મારા કાર્યમાં મદદ કરી શકે તેવાં સાથી બાળકોની હું શોધ કરી લેતો. સમાજનું સાચું શબ્દચિત્ર સમજવા બાળરમતોનો અભ્યાસ કરવો જરૂરી છે. બાળક કેવી રમત રમે છે. જે દરેક માતા-પિતાએ જાણવું ખૂબ જરૂરી છે. સાહસિક રમતો રમતાં બાળકો મોટાં થયાં પછી પણ સાહસિક બનતાં હોય છે. જયારે ડરપોક બાળકો યુવા અવસ્થામાં પણ ડર છોડી શકતાં નથી. જેમણે સાહસ કરીને ધંધા ઉદ્યોગ ક્ષેત્રે ઝંપલાવ્યું છે, તેવા સેંકડો લોકોની માહિતીનો અભ્યાસ કરીએ તો આપણને જાણવા મળે છે કે, તેઓ બાલ્યાવસ્થામાં ખૂબ સાહસિક હતા જેઓ પોતાની જિંદગીને જોખમો ઉઠાવ્યા વગર સલામતીપૂર્વક જીવી જવા માગે છે, તેઓ એવરેજથી વધુ પામી શકતા નથી. વધુ મેળવવા માટે સાહસ દાખવવું અનિવાર્ય છે. મારી બાલ્યાવસ્થામાં મિત્રો સાથે સાહસિક રમતો રમવાની પ્રવૃત્તિ વિશેષ રહેતી. દષ્ટિ નહીં હોવા છતાં જાત-જાતની સજાવટ સાથે કૃષ્ણ ભગવાનના હિંડોળા શણગારવાની તે વખતે મારી મુખ્ય પ્રવૃત્તિ હતી. શ્રાવણ માસ અમારા માટે ખુશીનો માસ હતો. ચાર પાંચ કિલોમીટરની રખડપી કરી હિંડોળો શણગારવાની સામગ્રી અને બાળમિત્રો એકત્રિત કરતાં. જેમાં જાત જાતનાં ફૂલો, મકાઇનું ઘાસ, કેળનાં પાન વગેરેનો સમાવેશ થતો. સજાવટ માટે સામગ્રી એકત્રિત કરવા ગમે તેટલું ઊંચું વૃક્ષ, મહોલ્લો, જયાં પણ ચડવાનું થાય ત્યાં ટોચ સુધી પહોંચી, જરૂરી સામગ્રી અમે લોકો એકત્રિત કરી લેતા. આમ, સાહસશકિતના વિકાસના કારણે કોઈપણ સમયે કયારેય ડરનો અનુભવ થયો નથી. હું માનું છું કે દરેક બાળકને આવી સાહસભરી રમતો રમવાનો લાભ મળવો જોઇએ. આજે જયારે શાળાઓમાં ભણતાં બાળકોને જોઉં છું ત્યારે હું વિચારોમાં ગરકાવ થઇ જાઉં છું. દરેક બાળકને તેના શિક્ષક દ્વારા આખો દિવસ જ માથું ઊંચું ન કરી શકે તેટલું હોમવર્ક આપવામાં આવે છે. કોઇવાર એક ની એક
પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૫૩
દેખાવ