લખાણ પર જાઓ

પૃષ્ઠ:JIVAN NO DHABKAR - MARI SMARAN YATRA BY LABHUBHAI T. SONANI.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હોય તેવા પ્રત્યેક પરિવારને આવાં બાળકની સંભાળ શી રીતે લઇ શકાય, તેની સમજ આપવી. દૃષ્ટિક્ષતિ ધરાવનાર વ્યકિત પર સામાન્ય વ્યકિતની જેવું જીવન જીવવા તાલીમથી શકિતમાન બની શકે તેવી સમજ પ્રત્યેક માતા- પિતાને મળી રહે તે માટે ખાસ જન-જાગૃતિ, વાલી માર્ગદર્શન કાર્યક્રમો, આવા લોકોની સમસ્યાઓને જાણવા તેમના સુધી સંપર્ક સ્થાપિત કરી, સંવાદસેતુ દ્વારા સમસ્યાના ઉકેલ માટે અમુક અંશે કામ અવશ્ય થઇ શકે. વિદ્યાર્થી અવસ્થામાં રોપાયેલું આ બીજ અંકુરિત થઇ ધીરે-ધીરે વટવૃક્ષ બનવા વૃદ્ધિ પામી રહ્યું છે. ૧૯માં શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના માનદ્મંત્રી તરીકે જયારે મારી વરણી થઇ ત્યારે મારી સમક્ષ વિદ્યાર્થીઓ પાસેથી અમુક પ્રકારની ફી વસુલ કરવા પ્રસ્તાવ આવ્યો. સામાન્ય રીતે વાલીઓ વહન કરી શકે તેવી જ રકમ વાલી પાસેથી મેળવવાનો પ્રસ્તાવ રજૂ કરનારનો આશય હતો. પરંતુ હું એ. વાત જાણતો હતો કે, નબળી આર્થિક સ્થિતિવાળા વાલીઓ પોતાના દૃષ્ટિહીના બાળકને નીચેના બે વિકલ્પમાંથી પસંદગી કરી શાળામાંથી ઉઠાવી અન્ય શહેરની શાળામાં ભણવા માટે દાખલ કરવું અથવા વિકલ્પ છે, આવા બાળકને શિક્ષણ આપવાનું જ માંડી વાળવું. મોટા ભાગના વાલીઓ વિકલ્પ બે પસંદ કરે તેવો મને ભય હતો. તેથી વિદ્યાર્થીઓ પાસેથી ફી લેવાનો વિકલ્પ મેં સ્વીકાર્યો નહિ. હું દરેક વિદ્યાર્થીને પોતાના પગ પર ઊભા રહી અન્ય વ્યકિતને મદદ કરી શકે તેવા સક્ષમ ને સબળ બનાવવા માગું છું. મારા સેવાકાળ દરમ્યાન અનેક તોફાની વિદ્યાર્થીઓની ફરિયાદો મળી છે. તેમના પર મેં કઠોર પગલાં લેતાં પહેલાં હંમેશાં નાની-મોટી શિક્ષાના વિકલ્પો અપનાવ્યા છે. આવા વિદ્યાર્થીઓને શાળામાંથી બરતરફ કરવાનું મહદ્ અંશે મેં ટાળ્યું છે. ના છૂટકે જ વિદ્યાર્થીને શાળામાંથી મુકિત આપવાનુ અર્થાત્ છૂટા કરવાનું પસંદ કર્યું છે. મારી આ કાર્યપ્રણાલીને ઘણા લોકોએ મારી નિર્બળતા સમજી પાછલા બારણે ટીકા પણ કરી છે, પરંતુ હું ધારુ તો કોઇપણ તોફાની વિદ્યાર્થીને ‘શાળામાંથી એક જ